GSTV
GSTV લેખમાળા News Trending World

ગજબ પ્રેરણા કથા / એક હાથ નથી, એક પગ નથી, છતાં કર્યો એકલા હોડી દ્વારા આખી દુનિયાની કરી સફર

અમેરિકાના હવાઈ ટાપુમાં રહેતા ડસ્ટીન રેનોલ્ડને એક હાથ નથી. એક પગ પણ નથી. છતાં હોડીમાં એકલા સવાર થઈને તેણે જગતનો પ્રવાસ પુર્ણ કર્યો છે. એ સાથે શારીરિક અસક્ષમતા છતાં સોલો વર્લ્ડ ટ્રીપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ડસ્ટીનના નામે નોંધાયો છે. ગિનેસ બૂકે તેના આ સાહસની રેકોર્ડ તરીકે નોંધ કરી છે. હવાઈ ટાપુના કિલુઆ કોના બંદરે 2021ની 4થી ડિસેમ્બરે તેમણે સફળતાપૂર્વક સફર પુર્ણ કરી હતી. સાડા સાત વર્ષ પહેલા ત્યાંથી જ સફરની શરૃઆત કરી હતી. ડસ્ટીન પોતાની ઓળખ આખા જગતને સિંગલ હેન્ડેડ સેઈલર તરીકે ઓળખાવે છે. કેમ કે એમને બીજો હાથ છે જ નહીં. તેમની આ સફળતાને કારણે દુનિયાભરના દિવ્યાંગોને આવા સાહસ કરવાની પ્રેરણા મળશે.

2008માં એક દારૂ પીધેલા ડ્રાઈવરે તેની સાથે અકસ્માત કર્યો હતો. ડસ્ટીન એ વખતે મોટરસાઈકલ પર હતા. અકસ્માતમાં એ ઉગરી તો ગયા પણ હાથ અને પગ બન્ને ગુમાવવા પડ્યા. એ સિવાય ખોપરી અને અન્ય અંગોમાં પણ ભારે નુકસાન થયું હતું. એ શારીરિક ઉપરાંત તેમને આર્થિક પણ નુકસાન થયું. કેમ કે અકસ્માતના ચાર વર્ષ પછી પૈસા ખતમ થવા લાગ્યા. ડસ્ટીન પાસે માછીમારીની હોડી હતી અને એ ઉપરાંત કાર્પેટ ક્લિનિંગ કરવાનો વ્યવસાય હતો. પરંતુ પોતાની હોડી રિપેર કરી શકાય એટલા પણ પૈસા તેની પાસે વધ્યા નહીં.
એ વખતે શું કરવું એ ભારે મુંઝવણ હતી. એ દરમિયાન ડસ્ટીનના ધ્યાને એક વેબસાઈટ આવી. એ વેબસાઈટ સાહસિકોને હોડી દ્વારા જગતનો પ્રવાસ કરવા માટે પ્રોત્સાહન આપતી હતી.

એ વેબસાઈટનો સંપર્ક કરીને ડસ્ટીને નક્કી કર્યું કે પોતે આ સફર કરશે. વળી એ વખતે રેકોર્ડમાં કોઈ એવો પ્રવાસી ન હતો, જેના શરીરમાં બે વિકલાંગતા હોવા છતાં તેણે વિશ્વપ્રવાસ પુરો કર્યો હોય. માટે ડસ્ટીન સામે રેકોર્ડ સર્જવાની પણ તક હતી.


એ માટે પૈસા અને પ્રેક્ટિસ બન્ને ચીજોની જરૃર હતી. ડસ્ટીને પોતાની માછીમારી બોટ 12 હજાર ડોલરમાં વેચી નાખી. એ પછી સેઈલબોટ એટલે કે સમુદ્રી સફરની હોડી ખરીદી. ડસ્ટીન પાસે બોટ હતી પરંતુ તેનું કામ માત્ર કાંઠાથી થોડે દૂર જઈને માછીમારી કરવાનું હતું. કાંઠે પ્રવાસ કરવો અને મહાસાગર મધ્યે જઈને આગળ વધવું એ બન્નેમાં ઘણો ફરક છે.

માટે હોડી સંચાલક હોવા છતાં ડસ્ટીનને સમુદ્રી સફરનો અનુભવ ન હતો. સેઈલબોટ આવ્યા પછી તેણે હવાઈ ટાપુના આસપાસના વિસ્તારમાં પ્રેક્ટિસ શરૃ કરી. થોડી પ્રેક્ટિસ થઈ એટલે 1500 કિલોમીટરની દરિયાઈ સફર કરી. ધીમે ધીમે રિધમ આવતી ગઈ એટલે પછી વિશ્વ પ્રવાસ કરવાનો એમનો નિર્ણય મક્કમ બન્યો.

સામાન્ય વ્યક્તિ માટેની હોડી અને દિવ્યાંગ વ્યક્તિ માટેની હોડી અલગ હોય છે. પરંતુ એવી સુવિધા ડસ્ટીન પાસે હતી નહીં. માટે જે હોડી હતી તેની સાથે જ તેણે સમાધાન કરવું પડ્યું. પરંતુ આવી કોઈ અડચણો તેમના મનોબળને તોડી ન શકી.


આ સફર પૂરી કર્યા પછી પોતાના અનુભવમાં તેમણે કહ્યું કે દરિયામાં પડકારો તો ઘણા હતા. પરંતુ શહેરના ટ્રાફીકમાં વાહન ચલાવવા કરતાં દરિયામાં એક હાથ-પગે હોડી ચલાવવી વધારે સલામત છે. આવા પ્રવાસમાં હોડીને સતત મેન્ટેઈન-રિપેર કરવી પડે. ડસ્ટીને એ બધુ કર્યું. આ બધુ કરી લીધા પછી હવે તેમની ઈચ્છા ચંદ્ર પર ઉતરાણ કરવાની છે. પરંતુ એ ઈચ્છા તો સરકારની મરજી વગર પુરી થઈ ન શકે.

READ ALSO:

Related posts

વરસાદનું એલર્ટ/ આ રાજ્યોમાં સાંચવીને રહે લોકો, વરસાદ વિનાશ વેરશે; IMDએ જારી કરી ચેતવણી

Damini Patel

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed
GSTV