GSTV

કોરોના સંકટમાં ઓનલાઈન ફ્રોડથી બચવા આ વાતોનું રાખો ધ્યાન !

કોરોના સંકટની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દિલ્હીના ઘણા વિસ્તારમાં સાયબર ફ્રોડ સંબંધી મામલામાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખી કોટક મહિન્દ્રા બેન્કે પોતાના ગ્રાહકોને સલાહ આપી હતી કે, તે સતર્ક રહે તથા સુરક્ષિત બેન્કિંગ માટે કેટલીક બુનિયાદી સાવધાનીઓનું પાલન કરો. Covid-19 મહામારી દરમિયાન ઓનલાઈન લેણદેણમાં વૃદ્ધિ થઈ છે. તે સાથે જ બેન્કિંગ અને નાણાકિય સેવા ઉદ્યોગે સાયબર સંબંધી અપરાધોમાં પણ વૃદ્ધી જોઈ છે. જેમાંથી વધારે પડતા મામલા KYV અને રી-KYC અપડેશનની આડમાં કરવામાં આવે છે. ઓનલાઈન દગાખોરીના વધતા કેસના કારણે કોટક મહિન્દ્રા બેન્કના ગ્રાહકોને સુરક્ષિત બેન્કિગની રીત અપનાવવાની સલાહ આપી છે.

KYC ના નામ પર થાય છે વધારે ખેલ

KYC સંબંધિત છેતરપિંડી ઉપરાંત ગ્રાહકોને અન્ય પ્રકારની દગાખોરીથી પણ સાવચેત રહેવું જોઈએ. જેમ કે EMI સ્થગન અને UPI સંબંધિત ફ્રોડ. કોટક મહિન્દ્રા બેંકમાં પ્રોડક્ટ્સ, વૈકલ્પિક ચેનલો અને ગ્રાહક અનુભવ ડિલિવરીના પ્રમુખ પુનીત કપૂરે જણાવ્યું હતું કે, “આજે ગ્રાહકો પાસે ઓનલાઇન બેંકિંગ હેતુ ઘણાં ટૂલ્સ ઉપલબ્ધ છે. જેના દ્વારા તેઓ ઘરે બેઠા સરળ અને સુરક્ષિત રીતે વિવિધ પ્રકારના વ્યવહારો કરી શકે છે, પરંતુ તે સાથે જ સાયબર અપરાધિઓની ઓનલાઇન છેતરપિંડી પણ વધી છે.

પિન, કાર્ડ ડીટેલ્સ, CRN જેવી જાણકારી શેર ન કરો

પોતાના સીઆરએન, પાસવર્ડ, કાર્ડ વિવરણ, સીવીવી, ઓટીપી, એટીએમ પિન, યૂપીઆઈ પિન, મોબાઈલ બેન્કિગ પીન જેવી સંવેદનશીલ જાણકારીઓ કોઈને પણ ન બતાવો. માત્ર વિશ્વસનીય સ્ત્રોતોથી આવેલ લિંક પર જ ક્લિક કરો. જો તમને કોઈ અજાણ વ્યક્તિથી કોઈ ઈમેલ અથવા સ્ટેટસ મેસેજ આવે જેમાં કોઈ સંદિગ્ઘ લિંક પર તમને ક્લિક કરવાનુ કહેવામાં આવે તો સાવધન થઈ જજો અને તે મેસેજને ડિલીટ કરી દો, કોઈ ધમકી પર પ્રતિક્રિયા ન આપો અથવા ફરી લોટરી લાગવા જેવા સંદેશથી લલચાવો નહી, બેન્ક ક્યારેય પણ આવા મેસેજ મોકલતો નથી.

સ્ક્રીન શેરીંગ ક્યારે પણ ન કરો

તમારા મનમાં સંશયાત્મક નિરીક્ષણોનો વિકાસ આ રીતે કરો કે તમે પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવા ઇમેઇલ આઈડીઓને ઓળખી શકો. સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન્સ જેમ કે એનીડેસ્ક, ટીમવ્યૂઅર વગેરેને ડાઉનલોડ કરવાનું ટાળો કારણ કે, આ છેતરપિંડી કરનારાઓને તમારા ડિવાઇસને નિયંત્રિત કરવા, તમારી બેંક એકાઉન્ટ માહિતી પ્રાપ્ત કરી પૈસાને લુંટી લે છે.

SMS સુવિધા એક્ટિવેટ કરો

UPI થી પૈસા પ્રાપ્ત કરવા માટે QR કોડ સ્કેન કરવા અથવા પિન/OTP એન્ટ કરવાની જરૂરિયાત પડતી નથી. બેન્કિંગ ટ્રાજેક્શન પર તરત અપડેટ મેળવવા માટે પોતાના SMS અને ઈમેલ સુવિધાને એક્ટિવેટ કરો. ટ્રાજેક્શન સંબંધી સંદેશા અને પોપ-અપને ઝીણવટથી તપાસો.

READ ALSO

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!