GSTV
Home » News » પાકિસ્તાન જોતું રહી ગયું કારણ કે પાંચ વર્ષમાં પીએમ મોદીને મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી 6 પારિતોષિક મળ્યા

પાકિસ્તાન જોતું રહી ગયું કારણ કે પાંચ વર્ષમાં પીએમ મોદીને મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી 6 પારિતોષિક મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં જ સંયુક્ત અરબ અમિરાત(યુએઇ)નાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવોર્ડ ઓફ ઝાયેદથી સનમાનિત કરાયા છે. આ પુરસ્કાર મેળવ્યા બાદ મુસ્લિમ દેશો તરફથી છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાનને મળેલા પુરસ્કારોની સંખ્યા 6 પર પહોંચી ગઇ છે. જેનાં પરથી ખબર પડે છે કે, પીએમ મોદીએ મુસ્લિમ દેશો સાથે સંબંધો મજબૂત બનાવવા માટે કેટલા પ્રયાસો કર્યા છે. આતંકવાદનાં મુદ્દા પર ભારત પાકિસ્તાનને ચેતવણી આપતું રહ્યું છે. જો કે પાકિસ્તાન આતંકને રોકવાને બદલે ભારત વિરૂદ્ધ જતા નથી અચકાતા.

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાને આ મુદ્દાનું આતંરરાષ્ટ્રીયકરણ કરવાનાં ખુબ પ્રયત્નો કર્યા, જો કે પાકિસ્તાનને ઘોર નિષ્ફળતા સાંપડી. આ દરમિયાન જ વડાપ્રધાન મોદીને યુએઇ તરફથી સન્માન મળી ગયું. જેનાં પરથી આરબ કન્ટ્રી ગણાતા યુએઇએ સાબિત કરી બતાવ્યું કે ભારતનાં આ દેશ સાથેનાં સંબંધો પહેલા કરતા પણ વધારે મજબૂત થયા છે.

મળતી માહિતી પ્રમાણે, હવે પાકિસ્તાનને એ વાત સમજાઇ ગઇ છે કે, આ નવું ભારત છે, જે દુનિયા સાથે જોડાશે અને એ વાતની પણ ખબર પડી ગઇ છે કે આતંકનું સમર્થન કરવા વાળા લોકો અને દેશો એકલા-અટૂલા પડી જશે.

PM મોદીને મળ્યા આટલા એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી જે પુરસ્કારો મળ્યા છે, તેમાં બહેરાઇનનો ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનસા’, યુએઇનો ‘ઓર્ડર ઓફ ઝાયેદ’, પેેલેસ્ટાઇનનો “ગ્રેન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’, અફઘાનિસ્તાનનો ‘આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર’, સાઉદી અરેબિયાનો ‘કિંગ અબ્દુલ અઝીઝ શાહ પુરસ્કાર’, અને માલદીવનો ‘રૂલ ઓફ નિશાન ઇજ્જુદીન’ શામેલ છે.

શું કહે છે અધિકારીઓ?

અધિકારીઓનું માનવું છે કે વડાપ્રધાન મોદીની વિદેશનીતીએ વાત સ્પષ્ટકરે છે કે ભારતનાં મુસ્લિમ દેશો સાથેનાં સંબંધો પહેલા કરતા પણ વધારે સારા અને દ્રઢ થયા છે. એક અધિકારીનું કહેવું છે કે,જ્યાં સુધી મુસ્લિમ દેશનો સવાલ છે. પ્રધાનમંત્રી મોદીની વ્યક્તિગત કુટનીતિને કારણે ભારત માટે શાનદાર પરિણામ આપ્યા છે. જેનાં કારણે રોકાણ વધ્યું છે, હજ્જ કોટામાં વૃદ્ધિ થઇ અને ત્યાંની જેલમાં કેદકેદીઓની વાપસી થઇ હતી.

પુરસ્કાર મામલે વડાપ્રધાન શું કહે છે?

વડાપ્રધાન મોદી પહેલાથી એ જ વાત કરતા આવ્યા છે, આ પુરસ્કાર કોઇ વ્યક્તિ સુધી સિમીત નથી, પરંતુ 130 કરોડ ભારતીયો અને તેમની મૂલ્ય પ્રણાલી માટે છે.

પીએમ મોદીને યુએઇ દ્વારા અપાયેલા પુરસ્કારની પાકિસ્તાનમાં ઘણી નિંદા કરવામાં આવે છે. પાકિસ્તાની ટ્વિટર પર હૈશટેગ શેમ ઓન યુએઇ ચાલી રહ્યું છે. જેમાં આ લોકો પ્રધાનમંત્રી મોદીને મળેલા પુરસ્કારથી ખુબ ચિડાયા છે અને મુસ્લિમ દેશ યુએઇ માટે ઘણું આડા-આવળું બોલી રહ્યા છે.

READALSO

Related posts

અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

Riyaz Parmar

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

ચંદ્ર પર હાલ સાંજનો સમય : 24 કલાક ભારત માટે અતિ મહત્વનાં, નાસાનું ઓર્બિટર પણ સક્રિય થયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!