GSTV
Home » News » VIDEO: અવસર નાકીયાનું શક્તિપ્રદર્શન જોયા પછી બાવળિયા અને ભાજપ ટેન્શનમાં

VIDEO: અવસર નાકીયાનું શક્તિપ્રદર્શન જોયા પછી બાવળિયા અને ભાજપ ટેન્શનમાં

જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાએ ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા કોંગ્રેસે જંગી રેલી યોજી શક્તિ પ્રદર્શન યોજ્યું. આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.  આમ તો વિલિયમ શેક્સપિયર કહી ગયા છે કે નામમાં શું રાખ્યું છે ? પણ નામમાં જ બધું રાખ્યું છે. તેની પાછળનું કારણ છે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા. જેમનું નામ સામે આવ્યા બાદ ભાજપમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે. આમ તો અવસર નાકિયા કુંવરજી બાવળીયાના શિષ્ય છે. તેમને રાજકારણનો રસ્તો બતાવનારા ગૂરૂદ્રોણનું કામ કુંવરજીએ કર્યું હતું, પણ હવે શિષ્ય જ ગુરૂની સામે મેદાને પડવાનો છે.


ચૂંટણી હાર્યા તો બાવળિયા અને રૂપાણી બંનેને કાળી ટીલી લાગશે

માત્ર ધોરણ 6 પાસ અને એક સમયે છકડો રીક્ષા ચલાવતા અવસર નાકિયા પર હવે ભાજપના કાર્યકરોને જ ભરોસો બેસી ગયો છે. આજે અવસર નાકિયાએ ફોર્મ ભર્યું ત્યારે કરેલા શક્તિ પ્રદર્શને ભાજપની ઊંધ હરામ કરી છે. બાવળિયા કરતાં મોટી રેલી કાઢી કોંગ્રેસે આજે ફોર્મ ભર્યું છે. જસદણમાં આ સૌથી મોટી રેલી હતી. કોંગ્રેસે શક્તિ પ્રદર્શનમાં થોડી પણ કચાશ રાખી ન હતી. બાવળિયા માટે આરપારની આ લડાઈ છે. આ ચૂંટણી હાર્યા તો બાવળિયા અને રૂપાણી બંનેને કાળી ટીલી લાગશે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે માસ્ટરપ્લાનિંગ કર્યું છે. ભાજપ કોઇ પણ સંજોગોમાં આ ચૂંટણી જીતવા માટે કટિબદ્ધ છે. જેની સામે કોંગ્રેસ નવો ઇતિહાસ રચવા માગે છે. અવસર નાકિયા હાર્યા તો તેમનું કંઇ જવાનું નથી પણ બાવળિયા હાર્યા તો મંત્રીપદ જવાની સાથે દેશમાં ભાજપનું નાક કપાઇ જશે એ વાસ્તવિકતા છે.

કુંવરજી બાવળિયાને ટક્કર આપવા મેદાનમાં ઉતરેલા અવસર નાકિયાને સમર્થન આપવા અનેક કાર્યકર્તાઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા. જસદણમાં પ્રથમ વખત એક થી બે કિલોમીટર લાંબી રેલી જોવા મળી.

જસદણના મુખ્ય રસ્તાઓ પર કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજી કુંવરજી બાવળિયાને પડકાર ફેંક્યો છે. રેલીમાં ઉમટેલી માનવમેદનીનું અભિવાદન ઝીલ્યા બાદ અવસર નાકિયાએ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભર્યું.

રાજકારણના પાઠ કુંવરજી બાવળિયાએ શીખવાડ્યા

અવસર નાકિયા કોંગ્રેસના પાયાના કાર્યકર છે. અને રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાને રાજકારણના પાઠ કુંવરજી બાવળિયાએ શીખવાડ્યા છે. ત્યારે હવે જસદણ બેઠક પર ગુરૂ કુંવરજી અને ચેલા અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. અવસર નાકિયાએ ગુરૂ કુંવરજી પર પ્રહાર કરીને કહ્યું કે તેઓ તેમના નામથી નહીં પણ કોંગ્રેસના નિશાન પર જીતતા હતા.

કોળી સમાજમાંથી આવતાં અવસર નાકીયાનો જન્મ 4 જુલાઇ. 1972માં વિછીંયા તાલુકાના આસલપુર ગામમાં થયો હતો. તેમણે આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કર્યા બાદ તેઓ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા. 1995માં અવસર નાકિયાના લગ્ન ગીતાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં 5 દીકરી અને એક દીકરો છે. તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. તો રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. અને હવે જસદણની પેટાચૂંટણીમાં તેઓ ગુરૂ કુંવરજીને જ બરાબરની ટક્કર આપશે.

READ ALSO 

Related posts

આવી પત્નીઓ હંમેશા પોતાના પતિથી રહે છે દુખી, આ છે કારણ

Bansari

મેનોપોઝ વખતે વધી જાય છે હ્રદયરોગનું જોખમ, આ તકેદારીઓ રાખવી છે જરૂરી

Bansari

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!