GSTV

હૈદરાબાદના ‘ભાઈજાનથી’ સાવધ રહેવા બંગાળની દીદીની સલાહ, અચાનક મમતા બેનર્જીની રણનીતિમાં ફેરફાર કેમ ?

Last Updated on November 20, 2019 by Mayur

વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતાએ એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દીન ઓવૈસી અંગે રાજ્યના મુસ્લિમોને સાવધ રહેવા માટે ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે લઘુમતી કટ્ટરતાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગે ભાજપ પર નિશાન તાકનાર તૃણમૂલ પ્રમુખ મમતાએ આ વખતે એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દીન ઓવૈસી અંગે રાજ્યના મુસ્લિમોને સાવધ રહેવા માટે ચેતવણી આપી છે.

તેમણે રાજ્યના મુસ્લીમોને અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો પર વિશ્વાસ નહીં કરવા જણાવ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું નામ લેવાનું ટાળતા મમતા બેનરજીએ કહ્યું કે કેટલાક નેતા લોકોને વિભાજિત કરી રહ્યા છે. તેમનો એક પક્ષ આ બાબતને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ લોકો હૈદરાબાદથી આવે છે અને આ વિસ્તારમાં રેલીઓ કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે આ પ્રકારના લોકો લઘુમતીઓની સુરક્ષાનો દાવો કરે છે, પરંતુ તમારે તેમની વાતોમાં ન આવવું જોઈએ. લઘુમતી સમાજને અપીલ કરતાં મમતા બેનરજીએ કહ્યું કે હું તમને કહું છું કે આ પ્રકારની ફોર્સની વાતોમાં ન આવશો. આ સાથે તેમણે કહ્યું કે હિન્દુ લોકોને પણ અપીલ કરૂં છું કે તે હિન્દુ કટ્ટરપંથીઓની વાતોમાં ન આવે.

મમતા બેનરજીની ટીપ્પણીથી ભડકેલા અસદુદ્દીન ઓવૈસીએ મમતા બેનરજી પર વળતો હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે બંગાળમાં મુસ્લિમો સૌથી કંગાળ સ્થિતિમાં છે. બંગાળના મુસ્લિમો લઘુમતીઓના કોઈપણ માનવ વિકાસ સૂચકાંકોમાં સૌથી તળીયે છે. તૃણમૂલ સુપ્રીમોએ આપેલો સંદેશ એ બાબત સૃથાપિત કરે છે કે તેમનો પક્ષ પશ્ચિમ બંગાળમાં એક મહત્ત્વના પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં કૂચબિહાર બેઠક તૃણમૂલ પાસેથી આંચકી લીધી હતી. આ વિસ્તારમાં લઘુમતીઓની વસતી નોંધપાત્ર પ્રમાણમાં છે.

લોકસભા ચૂંટણીઓ પછી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સામે મુખ્ય વિપક્ષ તરીકે ઊભરી રહેલા ભાજપે અનેક વખત બેનરજી અને તેમના પક્ષ પર આક્ષેપ કર્યો છે કે તેમની તુષ્ટીકરણની નીતિના કારણે રાજ્યમાં લઘુમતી કટ્ટરવાદનો ઉદય થયો છે. ઓવૈસી પણ પૂર્વના રાજ્યોમાં પક્ષનો વિસ્તાર કરવા સખત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં બિહારમાં કિશનગંજ બેઠકની એકમાત્ર પેટાચૂંટણીમાં વિજય મેળવીને રાજ્યસભામાં પ્રવેશ કર્યો હતો.

READ ALSO

Related posts

ઘરમાં રમતા બાળકો પર ખાસ ધ્યાન આપો: 3 વર્ષનું બાળક ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો, માંડ માંડ તબીબોએ જીવ બચાવ્યો

Pravin Makwana

ટોક્યો ઓલિમ્પિક 2020/ પીવી સિંધુએ જીતથી કરી શરૂઆત, મનુ ભાકરનું નબળું પ્રદર્શન

Damini Patel

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!