શરીર બનાવવું છે જ્હોન કે રિતિકની માફક, તો આ બે આદતો આજે જ છોડી દો…

યુવાનોના શરીર પાતળા રહે છે. તેની પાછળનું કારણ તેમની જીવનશૈલી તો છે જ. પણ બે બીજી વસ્તુઓ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈનું શરીર મોટું છે તો તેમને પાતળું કરવું છે પણ તેનાથી પણ મોટી સમસ્યા તો એ છે કે પાતળા લોકોને પોતાનું શરીર વધારવું છે. શરીરને યોગ્ય શેપમાં ઢાળવા માટે અને પાતળામાંથી તંદુરસ્ત બનવા માટે આ બે વસ્તુ સમયસર કરવી જરૂરી બની જાય છે.

અત્યારની જીવનશૈલી ખૂબ જ ખરાબ છે. પુરૂષો અન ખાસ તો યંગસ્ટર્સ ખૂબ મોડી રાત સુધી જાગે છે. સોશિયલ મીડિયાનો પણ તેમાં મોટો ફાળો છે. જેના કારણે યુવાનોના શરીર પાતળા રહી જાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે શરીરને લાભદાયી અન હુષ્ટ પુષ્ટ બનાવવા માટે સવારનો નાસ્તો સૌથી મોટો કારણભૂત હોય છે.

સવારનો નાસ્તો શરીરને સૌથી વધારે ચુસ્ત અને તંદુરસ્ત બનાવે છે. આ કારણે જ કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની માફક કરો. પણ અત્યારની જીવનશૈલી એવા પ્રકારની છે કે કેટલાક લોકો સવારનો નાસ્તો સમયસર નથી કરી શકતા. જેથી સવારનો નાસ્તો તેના યોગ્ય સમયે કરો.

બીજુ ધુમ્રપાન અને નશીલા પદાર્થોનું સેવન છોડી દો. વધારે પડતા કુલ અને સ્માર્ટ બનવાની કોશિષ કરવામાં યુવાનોનું શરીર આ કારણે જ પાતળુ રહી જાય છે. જીમ જતા કે સમયસર ભોજન કરતા યુવાઓમાં પણ જો ધુમ્રપાન કરવાની આદત હોય તો તેમનું શરીર કોઈ દિવસ મજબૂત નથી બની શકતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter