હવાઈ મુસાફરી કરવાની એક અલગ જ મજા હોય છે. પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન જો તમને વિન્ડો સીટ મળી જાય તો મજા બમણી થઈ જાય છે પણ તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં ભૂખ્યા પેટે ટ્રાવેલ કરવુ ખતરનાક સાબિત થઈ શકે છે પણ વધારે ફૂડ પણ ખાઈને ટ્રાવેલ ના કરવુ જોઈએ. ફ્લાઈટમાં બોર્ડ થયા પહેલા ઘણા લોકો અલગ અલગ પ્રકારના નાસ્તા કરતા હોય છે પણ તમારા સ્વાસ્થ્ય માટે તે ખુબ જ મોટુ જોખમ છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતનું માનીએ તો ફાસ્ટ ફૂડ ખાવાથી તમને ઈનડાઈઝેશન, ઉબકા કે પેટના ફૂલી જવાની સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને તે ફૂડ વિશે જણાવીશું, જેને ફ્લાઈટમાં ગયા પહેલા ના ખાવુ જોઈએ.
સફરજન
આમ તો સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે પણ તે ખતરનાક પણ હોય શકે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેને પચવામાં મુશ્કેલી થાય છે. તેને લઈ તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. સફરજનમાં શુગરની માત્રા પણ વધારે જોવા મળે છે, જેના કારણે તમારા આંતરડાના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તે સિવાય તમે ફ્લાઈટમાં ગયા પહેલા પપૈયુ અથવા સંતરા જેવા ફ્રૂટ ખાઈ શકો છો.
ફ્રાઈડ ફૂડ
એરપોર્ટ પર ફેન્સી ફૂડ જોઈને આપણે વારંવાર તેને ખાવા માટે ખેંચાઈ જઈએ છીએ. તળેલા ખોરાકમાં સેચુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. પ્લેનમાં બેઠા પહેલા બર્ગર અથવા ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાથી તમને હાર્ટ બર્ન થઈ શકે છે.
સ્પાઈસી ફૂડ
ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યા પહેલા વધુ તેલવાળુ અને વધારે તીખુ ફૂડ જેમ કે હોટ સોસ, બિરયાની, પરાઠા અને અથાણું ખાવાથી તમારા પેટમાં તકલીફ થઈ શકે છે. તેનાથી તમને હાર્ટ બર્ન અને બ્લેડર ઈરિટેશનની સમસ્યા પણ થઈ શકે છે. આ ફૂડમાં કેલરી વધારે હોય છે, જેનાથી તમારા મોંમાં સ્મેલ પણ આવી શકે છે.
બ્રોકલી
બ્રોકલી તમારા દરરોજના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઈએ પણ એર ટ્રાવેલ કરતા પહેલા તેને ખાવી યોગ્ય નથી. ફ્લાઈટમાં બેસતા પહેલા તમારે ક્યારેય કાચા સલાડને ના ખાવુ જોઈએ, કારણ કે તેનાથી તમને અપચો થઈ શકે છે.
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- પોલીસે કરી સુરક્ષા સમીક્ષા, સલમાન ખાનને મળી હતી ધમકી