GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ / ઉનાળાની સિઝનમાં રોગોથી બચવા માટે 5 ખાસ ટિપ્સ, લૂ અને ડિહાઇડ્રેશનથી પણ મળશે રાહત

Last Updated on April 18, 2021 by Bansari

ઉનાળાની ઋતુ તેની સાથે અનેક રોગો લાવે છે. ગરમી અને ભેજ વચ્ચે તે આપણી ઇમ્યુન સિસ્ટમને પણ અસર કરે છે. પાચન અને સ્કિન સંબંધિત સમસ્યાઓ સાથે જ મોસમી ફ્લૂ અને સંક્રમણનો પણ આ દરમિયાન ખતરો રહે છે. સાથે જ લૂને કારણે પણ સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. ચાલો જાણીએ ગરમીની સિઝનમાં રોગોથી બચવાની કેટલીક ટિપ્સ…

તડકાથી અંતર

ઉનાળાની ઋતુમાં સૂર્યની તીવ્ર કિરણોથી દૂર રહેવું વધુ સારું છે. જો શક્ય હોય તો તડકામાં ત્રણ કલાકથી વધુ રહેવાનું ટાળો અને કોટનના હળવા કપડા પહેરો. વધુ સમય તડકામાં રહેવાથી બિમાર થઇ શકે છે.

હાઇડ્રેટેડ રહો

જો તમારા શરીરમાં પૂરતું પાણી છે, તો તમે 90 ટકા રોગો સામે લડી શકો છો. પાણીને શરીરના ફાયબર દ્વારા કોલોનમાં ખેંચી લેવામાં આવે છે અને તે નરમ મળ બનાવવામાં શરીરની મદદ કરે છે.

ફાઈબર ઇનટેક

અનાજ, શાકભાજી અને ફળો જેવા ફાયબરયુક્ત ખોરાક આપણી પાચક શક્તિમાં સુધારો કરે છે અને વ્યક્તિ કબજિયાતની સંભાવનાથી બચી જાય છે.

ઓછી કેફીન

ઉનાળામાં કેફીનના સેવનથી પાચક શક્તિની કામગીરીને અસર પડે છે, જેનાથી અલ્સર, એસિડિટી અને બળતરા થાય છે.

વર્કઆઉટ

શરીરમાંથી પરસેવો નિકળવો ખૂબ જ સારો છે, કારણ કે તે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ શરીરને ફીટ અને સ્વસ્થ રાખવામાં પણ મદદગાર છે.

માસ્ક

નિયમિત હેલ્થ ચેકઅપ

ઘણી વખત આપણે કેટલાક લક્ષણોની ગંભીરતાને અવગણીએ છીએ અને ડોક્ટર પાસે જવાનું ટાળીએ છીએ. પરંતુ આપણાં માટે એ સારુ રહેશે કે સ્વાસ્થ્ય માટે નિષ્ણાંતોનો સંપર્ક કરીએ. કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા ન થાય તે માટે હેલ્થ ચેકઅપ નિયમિતપણે કરાવવુ જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!