GSTV
Home » News » ફળને બોમ્બની જેમ પેઇન્ટ કરીને બે વખત બેેંક લૂંટી, આવી રીતે પોલ ખુલી

ફળને બોમ્બની જેમ પેઇન્ટ કરીને બે વખત બેેંક લૂંટી, આવી રીતે પોલ ખુલી

શું ક્યારેય કોઇ ફળને ગ્રેનેડ(બોમ્બ)માં તબદીલ કરી શકાય? તમારો જવાબ રહેશે કે ના! વાત સાચી છે કે,ફળને ક્યારેય બોમ્બ માં ન બદલી શકાય પરંતુ ગ્રેનેડ જેવો બતાવીને બેન્ક જરૂરથી લૂંટી શકાય. જો કે તમે જે વાંચી રહ્યા છો. તે એકદમ સાચું છે. ઇઝરાયલ જેવા દેશમાં એક લૂંટારૂએ એવોકૈડો નામનાં એક ફળને પેઇન્ટ કરીને તેને પુરી રીતે ગ્રેનેડ જેવું બનાવી દીધું હતું. તેમજ બોમ્બ જેવા બનાવેલા આ ફળનો ઉપયોગ કરીને લોકોને ડરાવીને બે વખત લૂંટને અંજામ આપ્યો હતો.

એવોકૈડો નામનાં ફળનો ગ્રેનેડ તરીકે ઉપયોગ કરીને આરોપીએ સૌથી પહેલા બેદૌ નામનાં ગામડામાં બિયરશીબા શોપિંગ મોલની પોસ્ટલ બેન્ક શાખામાં પહોંચ્યાં હતાં. તેમજ ગ્રેનેડ ફેંકવાની ધમકી આપી હતી. તેણે કેશિયરને એક નોટ બતાવી હતી. જેમાં લખ્યું હતું કે જેટલી પમ રોકડ હોય તેને આપી દો. જ્યારે કૈશિયરે આવું કરવાની ના પાડી તો બીજા હાથમાં ફળને ગ્રેનેડની જેમ બતાવીને આ લૂંટારૂએ કહ્યું કે, રૂપિયા જલ્દીથી બેગમાં ભરી દો, નહિંતર આ ગ્રેનેડ અહિં બેન્કમાં જ ફેંકી દઇશું.

કલરથી પેઇન્ટ કરેલા ઐવોકૈડો નામનાં ફળને ગ્રેનેડ સમજીને કેશિયરે તુરત જ તમામ રોકડ રકમ લૂંટારૂની બેગમાં ભરી દીધી હતી. જે રકમ લઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. મળતી માહિતી પ્રમાણે લૂટારૂઓ અંદાજીત 3 લાખ,9 હજાર રૂપિયાની રકમ લૂંટીને ફરાર થઇ ગયા હતાં. ત્યારબાદ બેન્કકર્મચારીઓને ખબર પડી કે, જે ગ્રેનેડ લઇને લૂટારૂઓ બેન્ક લૂટી ગયા છે, હકીકીતે તે એવૌકૈડો નામનું ફ્રુટ હતું.

આમ પહેલી વખત લૂંટ કરવામાં સફળ થયા પછી બીજી વખત પણ તે બદમાશે તે જ ફળનો ગ્રેનેડ તરીકે ઉપયોગ કરીને બેન્ક લૂંટવાનો પ્લાન ઘડી કાઢ્યો અને લૂંટ ચલાવવા માટે ફરી બેન્ક પર ત્રાટક્યા. ત્યાં પણ તે બદમાશે ગ્રેનેડનો ભય બતાવીને ફરી વખત 2 લાખ 32 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. ટોપી-ચશ્મા અને ચહેરો ઢાંકીને લૂંટને અંજામ આપનારા આરોપીને આ વખતે બેન્કનાં કર્મચારીઓએ ઓળખી બતાવ્યો. કારણ કે તેણે પોતાનાં ચશ્મ પહેર્યા નહોતા.

બેન્ક લૂંટારૂની ઓળખ થયા પછી તેનો ગુનાહિત ઇતિહાસ પણ લોકો સામે જાહેર થયો. બેન્ક લૂંટનો આરોપી પહેલા પણ લૂંટનાં મામલે જ 3 વર્ષની સજા કાપી ચુક્યો છે. તેમજ લોકોને ગ્રેનેડનો ડર બતાવીને 5 લાખ રૂપિયા કરતા વધુની રકમ ઉસેડી ગયો હતો.

READ ALSO

Related posts

ઠપકો આપ્યો તો બાળકોને આવ્યો ગુસ્સો, ભેગા મળીને ક્લાસમાં જ કરી નાંખી ટીચરની ધોલાઇ

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari

આધાર કાર્ડમાં સરનામુ ખોટુ છે? દોડવાની જરૂર નથી આ એક દસ્તાવેજથી જ થઇ જશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!