GSTV
Life ટોપ સ્ટોરી

નોકરીયાત વર્ગ માટે આવ્યા ખુશ ખબર ભારતમાં સરેરાશ પગાર વધારો 10.2% થવાની સંભાવના

શું નોકરીયાત વ્યક્તિઓ છે અને તમે ખાનગી કંપનીમાં કાર્ય કરો છો તો આ અહેવાલ સાંભણીને તમે ખુશખુશાલ થઈ જશો. માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1 એપ્રિલથી તમને ઈન્ક્રીમેન્ટ લાગુ કરવામાં આવશે. જો કે, ઘણી કંપનીઓ થોડા દિવસો પછી આની જાહેરાત કરશે અને તેમના કર્મચારીઓને વધેલો પગાર એરિયર્સ સાથે ચૂકવશે. દરમિયાન, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 2023માં સરેરાશ 10.2 ટકાનો વધારો થઈ શકે છે.

સરેરાશ પગાર વધારો 10.2% થવાની ધારણા


આ વખતે ઈ-કોમર્સ, પ્રોફેશનલ સર્વિસીસ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં મહત્તમ વધારો થવાની અપેક્ષા છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઈડર EY દ્વારા ‘ફ્યુચર ઓફ પે’ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં દેશમાં પગાર સરેરાશ 10.2 ટકા વધી શકે છે. જે 2022ની સરેરાશ 10.4 ટકાની સરખામણીએ નીચી છે. પરંતુ તેમ છતાં તે બે આંકડામાં છે.

2022 ની સરખામણીમાં ઓછા ઇન્ક્રીમેન્ટની શક્યતા છે


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પગારમાં અંદાજિત વધારો તમામ સેક્ટરમાં જોવા મળશે, જે 2022ની સરખામણીમાં નજીવો ઓછો હશે. જો કે, ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોના કિસ્સામાં, આ વર્ષે 2022 કરતા ઓછો વધારો થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, જે સેક્ટરમાં પગારવધારાની સૌથી વધુ અપેક્ષા છે તે તમામ ટેક્નોલોજી સાથે સંબંધિત છે.

એવું કહેવામાં આવ્યું હતું કે ઈ-કોમર્સ સેક્ટરમાં મહત્તમ 12.5 ટકાનો વધારો અપેક્ષિત છે. તે પછી, વ્યાવસાયિક સેવાઓમાં 11.9 ટકા અને IT ક્ષેત્રમાં 10.8 ટકા વૃદ્ધિની સંભાવના છે. EY નો રિપોર્ટ સર્વે પર આધારિત છે. આ સર્વે ડિસેમ્બર 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં દેશની મધ્યમથી લઈને મોટી સંસ્થાઓના 150 મુખ્ય માનવ સંસાધન અધિકારીઓએ ભાગ લીધો હતો.

READ ALSO

Related posts

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

Biparjoy Cyclone / બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છના તમામ 7 બંદરો પર એલર્ટ, કંડલા અને મુન્દ્રામાં કામગીરી ઠપ્પ

Nakulsinh Gohil

કરોડોના વિકાસકાર્યો, દર વર્ષે આવે છે 50 લાખથી વધુ યાત્રિકો, આમ છતાં પાવાગઢમાં સરકારી દવાખાનાની કોઈ સુવિધા જ નથી!

Nakulsinh Gohil
GSTV