GSTV
News Trending World

યુએનના મહામંત્રી ગુટેરેસની ચેતવણી; આ સદીમાં 2.7 ડિગ્રી વધશે દુનિયાનું સરેરાશ તાપમાન

અત્યાર સુધી પર્યાવરણને સુધારવા માટે વિવિધ દેશોએ આપેલા વચનો પાળવામાં આવે તો પણ દુનિયામાં આ સદીમાં સરેરાશ તાપમાનમાં ૨.૭ ડિગ્રીનો વધારો થાય તેમ છે તેવી યુનાઇટેડ નેશન્સ એન્વાર્યનમેન્ટ પ્રોગ્રામ-યુએનઇપી- દ્વારા આ મહિનાના અંતે યોજાનારી ગ્લાસગો ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ-કોપ૨૬ પૂર્વે ચેતવણી આપવામાં આવી છે. 

Global temperature to rise by more than 2 degree Celsius by 2100: IPCC  report | World News,The Indian Express

ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો પૃથ્વી ગ્રહને ઔદ્યોગિક યુગ પૂર્વેના તાપમાનની સરખામણીએ સરેરાશ બે ડિગ્રી કરતા વધારે ગરમ થવા દેવામાં આવે તો તેના વિનાશક પરિણામો આવી શકે છે. પેરીસ કરારમાં પણ બે ડિગ્રીનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તેના કરતાં પણ ૨.૭ ડિગ્રી એ વધારે તાપમાન છે. યુએનના મહામંત્રી અન્ટોનિઓ ગુટેરેસે એમિશન ગેપ રિપોર્ટ ૨૦૨૧ : ધ હિટ ઇઝ ઓન જાહેર કરતાં જણાવ્યું હતું કે ગ્લાસગોમાં કોપ૨૬ યોજાવાના એક સપ્તાહ પૂર્વે મારે એક માઠા સમાચાર આપવાના છે કે આપણે પર્યાવરણના મામલે વિનાશના માર્ગે આગળ ધસી રહ્યા છીએ. આ રિપોર્ટ દર્શાવે છે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન -નિશ્ચિત રાષ્ટ્રીય પ્રદાન-ને પાળવામાં આવે તો પણ દુનિયાનું સરેરાશ તાપમાન આશરે ૨.૭ ડિગ્રી વધશે. પેરીસ કરાર અનુસાર વાતાવરણને બે ડિગ્રી ઘટાડવાના ધ્યેયને હાંસલ કરવા માટે ગ્રીન હાઉસ ગેસ એમિશન ૩૦ ટકા ઘટાડવું પડે તેમ છે. પણ વિવિધ દેશોએ આપેલા તેમના નિશ્ચિત રાષ્ટ્રીય પ્રદાનના આંકડાઓ અનુસાર ૨૦૩૦ સુધીમાં ગ્રીન હાઉસ ગેસનું એમિશન ઘટીને સાડા સાત ટકા થાય તેમ છે. 

૩૦ સપ્ટેમબર સુધીમાં ૧૨૦ દેશોમાંથી અડધા દેશોએ જ તેમના નિશ્ચિત રાષ્ટ્રીય પ્રદાનના આંકડાઓ સુપરત કર્યા છે. ભારત, ચીન, જાપાન અને ઉત્તર કોરિયાએ તેમના નિશ્ચિત રાષ્ટ્રીય પ્રદાનના આંકડા સુપરત આ અહેવાલમાં વિશ્લેષણ કરવા માટે સુપરત કર્યા નહોતા. 

ALSO READ

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk
GSTV