GSTV
Home » News » ફિલ્મ કલંકમાં વરૂણના સોન્ગ ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ પર નાચ્યા થેનોસ અને સ્પાઈડરમેન, જુઓ Video

ફિલ્મ કલંકમાં વરૂણના સોન્ગ ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ પર નાચ્યા થેનોસ અને સ્પાઈડરમેન, જુઓ Video

કેવું લાગે જ્યારે કોઈ સુપર હીરો ઘરની છત પર ડાન્સ કરતા જોવા મળે? હકીકતે વાત એમ છે કે ફિલ્મ કલંકમાં વરૂણ ધવનનું સોન્ગ બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એવેન્જર્સ એન્ડગેમનો થેનોસ અને સ્પાઈડમેનનું એનિમેટેડ કેરેક્ટર ફર્સ્ટ ક્લાસ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફની વીડિયો જોઈને વરૂણ ધવન પણ હસવું રોકી ન શક્યો.

હાલમાં હોલિવુડ ફિલ્મ એવેન્જર્સ સીરીઝની ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ સૌથી વધુ ચર્ચામાં છે. ત્યાં જ બોલિવુડમાં પણ કલંકને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. આવામાં થેનોસ અને સ્પાઈડરમેને કલંક ફિલ્મના ફર્સ્ટ ક્લાસ ગીત પર ડાન્સ કરીને લોકોને બંને ફિલ્મનું મનોરંજન એક સાથે આપી દીધું છે. એનિમેટેડ થેનોસ અને સ્પાઈડરમેનનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ટિક-ટોક પર પણ જોઈ શકાય છે.

વીડિયોમાં થેનોસ અને સ્પાઈડરમેન એક આદમીની છત પર જઈને તેની સામે નાચી રહ્યા છે. વીડિયોને જોઈને વરૂણ ધવન પોતાનું હસવું રોકી ન શક્યો અને તેણે વીડિયોને શેર કરતા તેને ‘બેસ્ટ ફર્સ્ટક્લાસ’નુ ટેગ આપ્યું છે.

બીજી તરફ લોકોમાં ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમનો ખૂબ ક્રેઝ છે. એવેન્જર્સની દરેક સીરીઝને દર્શકોનો સારો ફિડબેક મળે છે. હાલમાં જ એવેન્જર્સ એન્ડગેમનું નવું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલરમાં થેનોસના ખાત્મા માટે એવેન્જર્સના મશિનની ઝલક દર્શાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર રીલીઝ થવા જઈ રહી છે.

Read Also

Related posts

કોકંબોમાં થયેલ આતંકવાદી હુમલા પછી 9 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી પોલીસે

Bansari

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળશે, આ દેશની દાદાગીરી સામે મોદી ઝૂકી ગયા

Karan