GSTV

RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા વાળા જાવેદ અખ્તરે કહ્યું- હિન્દૂ દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય

હિન્દૂ

Last Updated on September 15, 2021 by Bansari

રાષ્ટ્રીય સ્વયં સેવક(RSS) અને વિશ્વ હિન્દૂ પરિસદ(VHP)ની તુલના તાલિબાન સાથે કરી ચૂકેલા ગીતકાર જાવેદ અખ્તરે હિંદુઓને દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય ગણાવ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામકયા લખેલ લેખમાં તેમણે કહ્યું કે, તાલિબાન શાસન વાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે ક્યારે નહિ કરી શકાય. એમણે ભારતીયોને નરમ વિચારધારા વાળા જણાવ્યા છે. આ પહેલા તમણે RSS અને VHP પર નિશાન સાધ્યું હતું.

શું કહ્યું હતું શિવસેનાએ

શિવસેના એ સામના દ્વારા જ જાવેદ અખ્તરની સંઘ અને વિહિપ પર કરાયેલ ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં અખ્તરે નિવેદનને હિન્દૂ માટે અપમાનજનક ગણાવ્યું હતું. પાર્ટીએ લખ્યું હતું, ‘….દેશમાં જયારે-જયારે ધર્માધ, રાજ દ્રોહી વિકૃતિઓ ઉફાન પર આવી, તે દરેક પ્રસંગે જાવેદ અખ્તરે તે કટ્ટરપંથીઓના માસ્ક ફાડી નાખ્યા છે. તેમણે કટ્ટરવાદીઓની પરવા કર્યા વગર ‘વંદે માતરમ’ ગાયું. છતાં અમે તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકારતા નથી. સંઘ અને તાલિબાન જેવા સંગઠનોના લક્ષ્યોમાં કોઈ તફાવત હોતો નથી આ તેમનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.

હિન્દૂ દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય : જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

અખ્તરે સામનામાં લખ્યું, ‘વાસ્તવમાં મેં તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’ હિન્દુઓ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે. ‘કારણ કે ભારતીયો સ્વભાવે ઉગ્રવાદી નથી. સામાન્ય હોવું તેના ડીએનએમાં છે. ‘અખ્તરે વધુમાં કહ્યું કે તેના ટીકાકારો નારાજ છે કે તેણે તાલિબાન અને દક્ષિણપંથી હિન્દુ વિચારધારા વચ્ચે ઘણી સમાનતાઓ દર્શાવી છે.

તેમણે લખ્યું, ‘અહીં ઘણી સમાનતાઓ છે. તાલિબાન ધર્મના આધારે ઇસ્લામિક સરકાર બનાવી રહ્યું છે, હિન્દુ દક્ષિણપંથી હિન્દુ રાષ્ટ્ર ઇચ્છે છે. તાલિબાન મહિલા અધિકારોને અંકુશમાં રાખવા અને હાંસિયામાં ધકેલવા માંગે છે, હિન્દુ દક્ષિણપંથીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મહિલાઓ અને છોકરીઓની સ્વતંત્રતાના પક્ષમાં નથી.’ આ દરમિયાન એમણે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તારીફ કરી છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!