GSTV

BIG BREAKING / નવા CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, 4 અધિકારીઓની CMOમાં કરાઇ નિમણૂંક

Last Updated on September 15, 2021 by Bansari

રાજ્યમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. CM ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પકજ કુમાર ને CMO માં મૂકવામાં આવ્યાં.

Avantika-Singh-pic

ભરૂચના કલેક્ટર અને AMCમાં પૂર્વ ડેપ્યુ. મ્યુ. કમિશનરની પણ બદલી કરી CMOમાં મુકાયા

આ ઉપરાંત ભરૂચના કલેક્ટર એમ.ડી.મોડિયાની બદલી કરીને તેમની સ્પેશિયલ ડ્યુટી મુખ્યમંત્રી ઓફિસ ખાતે કરાઈ છે અને
એન.એન દવે કે જેઓ અમદાવાદ મનપામાં ડેપ્યુટી મ્યુ કમિશનર હતાં તેઓની પણ બદલી કરીને તેમને CMOમાં મુકવામાં આવ્યાં છે.

36 જેટલાં સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યાં

નોંધનીય છે કે, વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. CMO માં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલાં સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યાં છે.

ias

આજ રોજ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હોવાને કારણે નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂંક ન કરે ત્યાં સુધી તેમની રોજીંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે GAD દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂંક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ PA અને PS તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.

IAS-pankaj-joshi

જાણો કોણ છે IAS પંકજ જોષી?

વરિષ્ઠ IAS અધિકારી પંકજ જોષી કે જેઓને CMO ના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત થયાં છે.

તેઓ સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સચિવ પણ હતાં

1989 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા બાદ તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગ જેવાં વિવિધ વિભાગોમાં ગુજરાત સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યાં છે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં જાહેર વહીવટ અને નીતિમાં બહોળો અનુભવ ધરાવે છે. તદુપરાંત કેન્દ્ર સરકાર સાથે શહેરી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, જાહેર પરિવહન વગેરે જેવા વિવિધ વિભાગોમાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું છે. આ સિવાય તેઓ સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સચિવ પણ હતાં.

ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના તેઓ ચેરમેન હતાં

તેઓ ગુજરાતના ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત એકેલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નિગમ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના બોર્ડમાં ડિરેક્ટર પણ છે. ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના તેઓ ચેરમેન હતાં. જ્યારે હાલમાં, તેઓ ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ છે.

READ ALSO :

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!