GSTV

અવંતિકાએ લગ્નના 8 વર્ષ પછી કેમ છોડ્યું ઈમરાનનું ઘર?

imran khan

Last Updated on May 21, 2019 by Alap Ramani

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય પછી ઈમરાન ખાનનું નામ ચર્ચાનો વિષય બન્યું છે. એનું કારણ કંઈ ફિલ્મ નથી તેની પોતાની પર્સનલ લાઈફ છે. રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન અને અવંતિકા મલિકના સંબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે. અવંતિકા અને ઈમરાનની લવ લાઈફ પરી કથાથી ઓછી નથી.

પરંતુ બોલિવૂડમાં ઝડપથી સમાચાર ફેલાઈ રહ્યા છે કે, અવંતિકા અને ઈમરાન વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. બંને વચ્ચે ઘણા મતભેદ થઈ ગયા છે. અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે અવંતિકાએ મુંબઈ પાલીમાં રહેતા ઈમરાનનું ઘર છોડી દીધું છે. તે આ સમયે તેના ફેમિલી સાથે રહે છે. ઈમરાન અને અવંતિકાના સંબંધમાં આવેલી ખટાશ થોડા સમય માટે છે કે લાંબા સમય સુધી ગંભીર રહેશે તે આવનારો સમય બતાવશે. અત્યારે બંનેની ફેમિલી તેમના વચ્ચે ચાલી રહેલા મતભેદોને દૂર કરવાનું કામ કરી રહી છે.

ઈમરાન અને અવંતિકાએ 8 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. ઈમરાનના લગ્નમાં આમિર ખાન, કિરણ ખેર, સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. 2014માં અવંતિકાએ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેની પુત્રીની વાત કરતાં, ઈમરાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી દીકરી બેસ્ટ ગિફ્ટ છે જે મને અવંતિકાએ આપી છે. ઈમરાન લાંબા સમય સુધી ફિલ્મી દુનિયાથી દૂર છે. વર્ષ 2015માં ફિલ્મ ક્ટ્ટી-બટ્ટીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યો નથી.

Read Also

Related posts

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!