GSTV
Kheda-Anand Trending ગુજરાત

વૈષ્ણોદેવીમાં હીમવર્ષા અને ભૂસ્ખલન થતાં 180 જેટલાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા

વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા છે. ખેડા અને આણંદ જિલ્લાના આશરે 180 જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ છે. વૈષ્ણોદેવીમાં ભારે બરફવર્ષાના કારણે અને ભૂસ્ખલન થવાને કારણે ગુજરાતી પ્રવાસીઓ છેલ્લા બે દિવસથી ફસાયા છે.

કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે 5 જેટલી યાત્રીકોની બસ ફસાઇ જતા મુસાફરોની હાલત કફોડી બની છે. જે બાદ મદદ માટે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. આ ટ્રેનની વ્યવસ્થા હિલ્લર શાહાબાદથી બનિહાલ પહોંચવા માટે કરવામાં આવી છે.

યાત્રિકો ફસાયા

  • વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા
  • ખેડા અને આણંદ જીલ્લાનાં 180 યાત્રીકો ફસાયા
  • બરફવર્ષાના કારણે ભૂસ્ખલન થતાં ફસાયા યાત્રિકો
  • કોઝીગંડ અને જવાહરટનલ વચ્ચે 5 યાત્રિકોની બસ ફસાઈ
  • ખેડાના સાંસદે કરી વિશેષ ટ્રેનની વ્યવસ્થા

READ ALSO

Related posts

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

બઘેલનો નવો દાવ / છત્તીસગઢમાં અનામતનું પ્રમાણ વધારીને 76 ટકા કરી દીધું, રાજ્યોમાં અનામત વધારવાની હોડ જામી

Hardik Hingu
GSTV