સિયાચેનમાં બે દિવસ પહેલા જ આવેલા હિમસ્ખલનને કારણે 8 જવાનો બરફમાં દટાઇ ગયા હતા, જેમાંથી ચારના મોત નિપજ્યા હતા. આ પરિસિૃથતિ વચ્ચે હવે સિયાચિનમાં જવાનોના વધી રહેલા મૃત્યુને લઇને સ્થિતિ વધુ કફોડી બની રહી છે. એક અહેવાલ અનુસાર સિયાચેનમાં જ 1984થી લઇને અત્યાર સુધીમાં 873 જવાન શહીદ થઇ ગયા છે.

સિયાચિન વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે, આશરે 20 હજાર ફૂટની ઉંચાઇએ આવેલા સિયાચેનમાં ભારે ઠંડી હોય છે અને બરફ જામેલો હોય છે. આવી સિૃથતિ વચ્ચે પણ સૈન્યના જવાનો ત્યાં દેશની સુરક્ષા કરી રહ્યા છે.જોકે આ વિસ્તારમાં વારંવાર હવામાનમાં પલટો આવે છે અને હિમસ્ખલન થાય છે જેને પગલે જવાનો બરફમાં દટાઇ જવાથી મોતને ભેટે છે, આવી સિૃથતિ વચ્ચે પણ જવાનો અડગ રહીને દેશની સુરક્ષા કરી રહ્યા છે. જોકે જે જવાનોના મોતને જે આંકડા સામે આવ્યા છે તે અતી ચિંતાજનક છે.

1984થી અત્યાર સુધીમાં સિયાચેનમાં હવામાન ખરાબ રહેવાથી કે કુદરતી હોનારતને કારણે 873 જવાનો શહીદ થઇ ગયા છે. જે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાઓ અને ગોળીબારમાં જેટલા જવાન શહીદ થયા તેના કરતા વધારે છે તેવું માનવામાં આવે છે.ખાસ કરીને આ વિસ્તારમાં જવાનો જ્યારે પેટ્રોલિંગ માટે નિકળે છે ત્યારે કોઇ હિમપ્રપાત કે હિમસ્ખલન થાય છે જેને પગલે જવાનો બરફમાં ફસાઇ જાય છે. હાલ પરિસિૃથતિ એટલી કફોડી છે તે આ વિસ્તારમાં દુશ્મન દેશો કરતા જવાનોને વધુ ખતરો હવામાનનો છે.

એક અનુમાન મુજબ સિયાચેનમાં ભારત અને પાકિસ્તાનના આશરે 2500 જેટલા જવાનોએ પોતાનો જીવ ગૂમાવવો પડયો છે. 2012માં જ્યારે પાકિસ્તાનમાં હિમસ્ખલન થયું હતું ત્યારે પાક.ના 124 જવાનો અને 11 નાગરિક માર્યા ગયા હતા. 1984માં આ વિસ્તારમાં સૈન્ય બેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં સિયાચેનમાં 873 ભારતીય જવાનોએ જીવ ગૂમાવ્યો છે.

એટલે કે આ વિસ્તારમાં હવામાન ભારત અને પાકિસ્તાન બન્ને માટે ખતરા સમાન છે. અહીં પાકિસ્તાનના ગોળીબાર કે હુમલામાં જવાન શહીદ નથી થયા તેનાથી અનેકગણા હિમસ્ખલન જેવી ઘટનામાં થયા છે. જેને પગલે સરકાર દ્વારા અહીં યોગ્ય પગલા લેવાય અને જવાનો માટે સારી વ્યવસ્થા કરાય તેવી માગણી વર્ષોથી ઉઠી રહી છે.
READ ALSO
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ