GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

જો આ માગણીઓ નહીં સંતોષાય તો આ તારીખથી અમદાવાદમાં નહીં મળે રિક્ષા, 2 લાખ રિક્ષા ચાલકો હડતાળના મૂડમાં

અમદાવાદમાં 7 જુલાઈએ ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષા ચાલકો દ્વારા એન કેન પ્રકારે મેમો આપવાનું બંધ, સરકાર દ્વારા કરવામાં આવેલી એક લાખની લોનની વ્યવસ્થા સરળ કરવા.

આ અંગે નાયબ મુખ્ય મંત્રીને ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી. નોંધનિય છે કે લોકડાઉન દરમિયાન થયેલ આર્થિક નુકશાન,ઓટોરીક્ષા વેલ્ફર બોર્ડ અને ઓટો રીક્ષા ચાલકોના આત્મસન્માન બાબતે રજુઆત કરવામાં આવી હતી. લોકડાઉન પહેલા પણ ઓટો રિક્ષા ચાલકોઓએ પોતાની વ્યથા સરકાર સમક્ષ ઠાલવી હતી પરંતુ આ અંગે સરકારે કોઈ પ્રતિક્રીયા આપી ન હતી.

ઓટો રીક્ષા ચાલકોમાં ભારે નારાજગી

જેને કારણે ઓટો રીક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અને આખરે તેઓએ હતલાલનું હથીયાર ઉગામવા મજબૂર બન્યા હતા. અશોક પંજાબીએ કહ્યું કે જો અમારી માંગ સ્વિકારવામાં નહી આવે તો 7મી જૂલાઈથી 2 લાખથી વધુ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર યોજના હેઠળ કરવામાં આવતી સહાય મેળવવામાં તકલીફો ઉભી થઈ રહી છે.

આ આંદોલને વિવિધ યુનિયનોએ પણ સહમતી આપી


તેમણે નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલા દાવાને વખોડી કાઢ્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે ગરીબ ઓટો રીક્ષાચાલક બીપીએલમાં આવતા હોય તેમને સરકાર દ્વારા એક મહિનાનું રાશન અને 1000 રૂપિયા આપવામાં આવ્યા છે. આ આંદોલને વિવિધ યુનિયનોએ પણ સહમતી આપી છે.લોકડાઉનના સમયગાળમાં પડેલી મુશ્કેલીને લઈને દર મહિને 5,000 રૂપિયા દીઠ એમ ત્રણ મહિનાના 15,000ની રોકડ સહાય, રિક્ષા ચાલકો માટે સ્થાયી વેલફેર બોર્ડ બનાવવા તેમજે રિક્ષા માટે લોન, લાઈટ બીલ, સ્કૂલ ફી અને અન્ય લોન બાબતે સહાય કરે જેવી માગ સાથે રિક્ષા ચાલકો હડતાળ પર જશે.

READ ALSO

Related posts

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના આ શોમાં કર્યો ખુલાસો

Ankita Trada

નવાઝુદ્દીન સિદ્દિકીની પત્નીનો આરોપ, જ્યારે તે પ્રેગનન્ટ હતી ત્યારે નવાઝ….

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!