GSTV
Gujarat Government Advertisement

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Last Updated on May 12, 2021 by Harshad Patel

Google એકાઉન્ટ એ હેકર્સથી બચાવવા માટે કંપની આ ફીચર ને બધા માટે ઉપયોગી કરી રહી છે. Google ખૂબજ ઝડપથી પોતાના યુઝર્સના માટે ટુ – સ્ટેપ વેરીફીકેશન (2sv) અથવા તો ટુ- ફેક્ટર ઓર્થેટીકેશન ઓટોમેટીકલી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આને લઈને Google એ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે. Google હાલમાં યુઝર્સને ટુ- સ્ટેપ વેરીફીકેશન ઉપયોગ કરવા માટે ઓપ્શન આપી રહ્યું છે.

પહેલેથી જ લોગીન ડિવાઈસ પર એક પ્રાંપ્ટ આવશે

જો યુઝર્સ તેને એકસેપ્ટ કરે છે તો નવું લોગીન કરવામાં આવે તે પહેલા જ તેને પહેલેથી જ લોગીન ડિવાઈસ પર એક પ્રાંપ્ટ આવે છે. જેની મદદથી યુઝર્સ પોતાને વેરીફાઈ કરી શકે છે. Google ના જણાવ્યા અનુસાર આ પગલાથી સિક્યોરિટીને વધારી શકાય છે. ફક્ત પાસવર્ડ જ રાખવો ઓનલાઈન સિક્યોરીટી માટે જોખમ થઈ શકે છે.

પાસવર્ડને જટીલ અને લાંબો બનાવો

Google પ્રોડક્ટ મેનેજર અને આઈડેંટિટિ એન્ડ યુઝર સિક્યોરીટીના ડાયરેક્ટર Mark Risher એ જણાવ્યું કે લોકો પોતાના પાસવર્ડને ઘણો મજબૂત બનાવે છે. પાસવર્ડ ને કોઈ ક્રેક ના કરી શકે માટે તે માટે ઘણો લાંબો અને જટીલ પણ બનાવે છે.

એક જ પાસવર્ડનો ઘણી સાઈટસ પર ઉપયોગ

આવા જ પાસવર્ડનો ઉપયોગ તેઓ ઘણા એકાઉન્ટ માટે કરે છે. તેમના મતે 66 ટકા અમેરીકી લોકો માને છે કે તેઓ એક જ પાસવર્ડનો ઘણી સાઈટસ પર ઉપયોગ કરે છે. તેનાથી બચવા માટે Google પાસવર્ડ સાથે બીજી રીતના વેરીફીકેશન મેથડને લાવ્યું છે. જલ્દીથી જ આ યુઝર્સ માટે 2SV અથવા ટુ- ફેકટર આર્થેંટિકેશન ઉપલબ્ધ કરી દેશે.

ઓટોમેટીક્લી ટુ- સ્ટેપ વેરીફીકેશનને શરૂ કરશે

જે યુઝર્સનું એકાઉન્ટ યોગ્ય રીતે સેટઅપ છે. તેમના માટે Google ઓટોમેટીક્લી ટુ- સ્ટેપ વેરીફીકેશનને શરૂ કરશે. અત્યારે હાલ Google 2SV માં ઓનરોલ કરવાનું ઓપ્શન આપે છે. આવનારા સમયમાં આને બધા જ લોકો માટે જરૂરી કરી દેવામાં આવશે. Google ને હમણાં જ પાસવર્ડ ઈમ્પોર્ટન્ટ ફીચર્સને લોન્ચ કર્યું હતું. આ ફીચર્સથી યુઝર્સ 1,000 પાસવર્ડ એકવાર માં ફ્રીમાં અપલોડ કરી શકે છે. ગુગલે હમણાં જ તેની જાણકારી આપી હતી કે ગુગલ પ્લે સ્ટોર પરની તમામ એપ્સ માટે આ જરૂરી બનાવી રહ્યા છે. તે યુઝર્સના ડેટાને કેવી રીતે સ્ટોર કરવા માગે છે તેની માહિતી આપે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!