GSTV

Car Insurance: હવે ક્લેમ સેટલમેન્ટમાં નહી લાગે વધારે સમય, આ સર્વિસની થઈ ચૂકી છે શરૂઆત

Last Updated on February 18, 2021 by Ankita Trada

વીમા કંપની પોતાની પોલિસી વેચવા માટે દરેક પ્રકારનો ફાયદો ગ્રાહકોને જણાવે છે, પરંતુ જ્યારે કોઈ ક્લેમના સેટલમેન્ટનો મુદ્દો હોય તો અસલ વાત સામે આવી જાય છે. ક્લેમના સેટલમેન્ટ માટે ગ્રાહકોને ઘણા ચક્કર કાપવા પડે છે. આ મુશ્કેલીઓને Liberty General Insurance ને ઘણી હદ સુધી ખત્મ કરી દીધુ છે.

ઓટોમેટેડ વ્હીકલ ઈંસ્પેક્શન સર્વિસ શું છે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ ઈંસ્પેક્શન પ્રક્રિયા હેઠળ ગ્રાહકોને કારની પોલિસીને રિન્યૂ કરાવવા અને ક્લેમ સેટલમેન્ટ માટે પોતાની કારનો ફોટો અને વીડિયો બનાવવાનો હશે. ત્યારબાદમાં પોલિસી હોલ્ડરને ફોટો અને વીડિયોને કંપનીની ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે. કંપનીને ઈમેલ મળતા જ પોતાના વાહનની ઓટોમેટેડ ઈંસ્પેક્શન રિપોર્ટ અને ક્લેમ સેટલમેન્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. થોડા જ દિવસોમાં તમને ઘર બેઠા ઓટોમેટેડ ઈંસ્પેક્શન રિપોર્ટ મળી જશે.

ઘર બેઠા રિન્યૂ કરાવો વીમા પોલિસી

પોલિસી રિન્યૂ કરાવવામાં પણ ઓટોમેટેડ વ્હીકલ ઈંસ્પેક્શન ઘણુ કારગર સાબિત હશે. સામાન્ય રીતે પોલિસી રિન્યૂ કરાવતા સમયે વાહનની હાલની પરિસ્થિતિ ચેક કરવામાં આવે છે. વીમા કંપનીના અધિકારી વાહનને ચેક કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે, પરંતુ ઓટોમેટેડ વ્હીકલ ઈંસ્પેક્શન સર્વિસથી તમારી પોલિસી કોઈપણ પ્રકારની સમસ્યા વગર ઘર બેઠા રિન્યૂ થઈ જશે.

ફટાફટ પૂર્ણ થશે તમારુ કામ

Liberty General Insurance પ્રમાણે કાર નિરીક્ષણ પ્રક્રિયાને ઓટોમેટડ કરવા માટે 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે. લિબર્ટી સિટીસ્ટેટ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ (Liberty Citystate Holdings), Enam Securities અને ડાયમંડ ડીલટ્રેડ (Diamond Dealtrade) ની વચ્ચે એક કરાર થયો છે. જે હેઠળ વીમાધારકોને ઓટોમેટેડ વ્હીકલ ઈંસ્પેક્શન (Automated Vehicle Inspection)ની સુવિધા આપવામાં આવી છે. આ ટેકનીકથી ગ્રાહક અને કંપનીનો સમય, કૉસ્ટિંગ અને કાગળીયાની પ્રક્રિયાથી સંપૂર્ણ રીતે ખત્મ થઈ રહી છે. ડિજિટલ ઈન્ડિયયાના સમયમાં ઓટોમેટેડ વ્હીકલ ઈંસ્પેક્શન ઘણુ કારગર અને ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!