GSTV
Home » News » ઓટો સેક્ટરમાં કર્મચારીઓ પર લટકતી છટણીની તલવાર, મંદીના છે એંધાણ

ઓટો સેક્ટરમાં કર્મચારીઓ પર લટકતી છટણીની તલવાર, મંદીના છે એંધાણ

auto sector

દેશમાં પેસેન્જર વ્હીકલ્સ અને કારોના વેચાણમાં ઘટાડો થતા ઓટો સેક્ટરમાં મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. એપ્રિલમાં ડોમેસ્ટીક પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં 17 ટકા અને કારના વેચાણમાં આશરે 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. આ પહેલા માર્ચ 2019માં PV નું વેચાણ આશરે 3 ટકા તેમજ કારનું વેચાણ 6.87 ટકા ઘટ્યું હતું.

ફેબ્રુઆરીમાં આ ઘટાડો ક્રમશઃ 1 ટકા અને 4.33 ટકા જેટલો રહ્યો હતો. દેશમાં કારોના વેચાણ સાથે ટૂ-વ્હીલરના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો. ટૂ-વ્હીલર તેમજ ફોર વ્હીલરના વેચાણમાં ઘટાડો થતા મારુતિ સુઝુકી જેવી દિગ્ગજ કાર કંપનીએ છેલ્લા ત્રણ મહિનામાં પોતાનું 39 ટકા જેટલું પ્રોડકશન ઘટડાયું. ઓટોમોબાઈલ સેક્ટરમાં વેચાણમાં ઘટાડો થવા પાછળનું કારણ શું ? આવા અનેક પ્રશ્નો વિશે SIAM ના ડાયરેક્ટર જનરલ વિષ્ણુ માથુર સાથે વાત કરી.

માથુરે ઓટો સેક્ટરમાં પ્રવેશેલી મંદી અંગે જણાવતા કહ્યું કે પેસેન્જર વ્હીકલ અને કારોનું વેચાણમાં ઘટાડો થવા પાછળ NBFCsમાં લિકિવિડ્ટીની ઉણપ તેમજ ચૂંટણીલક્ષી વાતાવરણના લીધે ગ્રાહકો ખરીદીમાં રસ દાખવી રહ્યા નથી તેમ જણાવ્યું. ચૂંટણીબાદ નવી સરકાર આવતા અનેક બાબતોમાં સુધારાઓ થવાથી સ્થિરતા આવવાથી લોકો ફરી ખરીદીમાં રસ લેતા થશે. ઓટો સેક્ટર પ્રોડકશનમાં ઘટાડો કરી રહ્યું છે તે બાબતે માથુરે જણાવ્યું કે વ્હીકલ કંપનીઓ દ્વારા પ્રોડકશનમાં કરવામાં આવતા ઘટાડા પાછળ અનેક કારણો છે. જેમાંનું એક અને મુખ્ય કારણ છે ફેસ્ટિવલ સિઝન માટે તૈયાર કરેલ સ્ટોક હજુ પણ છે તે સંપૂર્ણપણે ખાલી થયો નથી.

ફેસ્ટીવલ સિઝનમાં સારી વેચવાલી ના થતા સ્ટોક હોવાથી પ્રોડકશનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય આગળ જતાં સેફટી અને બીએસ 6 નોર્મ્સના લીધે કંપનીઓ કેટલાક મોડલ બંધ પણ કરે તેવી શકયતા છે. માથુર જણાવે છે કે ઓટો ઇંડસ્ટ્રીમાં મંદી હોવા છતાં હજુ સુધી કોઈપણ જોબકટની રિપોર્ટ મળી નથી પરંતુ પરિસ્થિતિ આવી જ રહેશે તો નોકરીઓ પર જરૂરથી સંકટ છે. આમ છતાં અમને આશા છે કે આગામી વર્ષ પરિસ્થિતિમાં સુધારો થશે.

Read Also

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!