પેટ્રોલ-ડીઝલ પછી હવે CNG અને PNGના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ વધારાએ લોકોની કમર તોડી દીધી છે. આ ભાવ વધારાના કારણે સૌથી વધુ મુશ્કેલી રિક્ષા ચાલકોને થઈ રહી છે. આ ભાવ વધારાને લઈ રિક્ષા ચાલકોએ ઈમેલ મારફતે સરકારના વિવિધ વિભાગોમાં આવેદન પત્ર આપ્યું હતું.

CNGના વધેલા ભાવને લઈ રિક્ષા ચાલકો હવે લડી લેવાના મૂડમાં છે. રિક્ષા ચાલકોએ સરકારના વિવિધ વિભાગોમાં ઈમેલ કરી આવેદનપત્ર આપ્યું હતું. CNGના ભાવમાં ઘટાડા કરવાની માંગને લઈ 15મી એપ્રિલે રીક્ષા ચાલકો પોતાની રીક્ષા બંધ રાખશે, જ્યાં સુધી ન્યાય ન મળી ત્યા સુધી ઉગ્ર આંદોલન કરવાની રીક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે રીક્ષા ચાલકોએ 15 એપ્રિલથી અચોકકસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે 18મી એપ્રિલે બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ન સર્જાય તેના માટે 15 એપ્રિલે એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે. આ નિર્ણય વિવિધ એસોસિયેશનની મળેલી બેઠકમાં લેવાયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ