GSTV

Auto Expo 2020: મર્સિડીઝ બેન્ઝે લૉન્ચ કરી સૌથી ફાસ્ટ કાર, જાણો એવી તો શું છે ખાસિયત

Last Updated on February 6, 2020 by Bansari

15મા ઑટો એક્સપોમાં જર્મન ઑટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે કાર પ્રેમીઓને ચોંકાવી દીધાં. મર્સિડીઝ બેન્ઝે AMG GT 63 S 4Matic કાર લૉન્ચ કરીને માર્કેટની બાજી પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઑટો એક્સપો 2020ની કદાચ આ સૌથી મોંઘી કાર હશે. ભારતમાં તેની એક્સ શૉરૂમ પ્રાઇસ 2.42 કરોડ રાખવામાં આવી છે.

શું છે કારની ખાસિયત?

કંપનીનો દાવો છે કે AMG GT 63 S 4Matic દુનિયાની ફાસ્ટેસ્ટ 4 ડોર કાર છે. આ બે દરવાજા વાળી AMG GT જેવી જ દેખાય છે. અલબત્ત તેનું પર્ફોર્મન્સ થોડુ અલગ છે. ચાર દરવાજા વાળી લગ્ઝરી કૂપ ડ્રાઇવિંગનો સ્પેશિયલ અનુભવ આપે છે. સાથે જ તમામ સ્ટાન્ડર્ડ પર ખરા ઉતરવાની વાત કરવામાં આવી રહી છે. ફોર સીટર કારને 315 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી ચલાવવામાં આવી શકે છે.

જ્યાં સુધી તેના અન્ય ફીચર્સની વાત છે તો તેમાં હાઇ પર્ફોર્મન્સ એન્જિન લગાવવામાં આવ્યું છે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેમાં હેગ્ઝાગોનલ ગ્રિલ, વર્ટિકલ સ્લેટ્સ અને કંપનીનો લોકો એડજસ્ટેડ નજરે આવે છે. આ ઉપરાંત LED હેડલાઇટ્સ, C ટાઇપ સિગ્નેચર DRLs અને શાનદાર ફ્રેન્ટ લુક રાખવામાં આવ્યો છે.

મર્સિડીઝ બેન્ઝની કડીમાં આ નવી નવેલી કારની કેબિનને કાર્બન ફાયબર, એલકાંટ્રા અને લેધર સાથે મિક્સ કરીને બનાવવામાં આવી છે. તેમાં બકેટ સીટ્સ આપવામાં આવી છે. સાથે જ 12.3 ઇંચનું ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઑલ ફોર વ્હીલ ડ્રાઇવ અને રિયર એન્ટરટેન્મેન્ટ સિસ્ટમ પર પણ કંપનીએ ધ્યાન આપ્યું છે.

AMG GT 63 S 4Maticમાં કંપનીએ 4 લીટર વાળુ V8 Bi-Turbo એન્જિન આપ્યું છે જે 30 bhpનો પાવર અને 900 nm ટૉર્ક જનરેટ કરે છે. મર્સિડીઝ બેન્ઝના હેડ ઑફ ઓવરસીઝ રિજન, મેથિયર લ્યૂરે કહ્યું કે ભારત મર્સિડીઝ-બેન્ઝ માટે એક મહત્વપૂર્ણ ઉભરતુ માર્કેટ રહ્યું છે.

Read Also

Related posts

12માં ધોરણના વિદ્યાર્થીએ પકડી IRCTCની મોટી ભૂલ, નહીંતર લીક થઇ ગયો હોત લાખો મુસાફરોને પ્રાઇવેટ ડેટા

Bansari

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!