GSTV
Home » News » Auto Expo: Mahindra એ રજૂ કરી ઇલેક્ટ્રિક KUV100, આવા છે ફીચર્સ

Auto Expo: Mahindra એ રજૂ કરી ઇલેક્ટ્રિક KUV100, આવા છે ફીચર્સ

ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ક્લીન ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ વધુ એક પગલુ ભર્યું છે. ઓટો એક્સપોમાં શુક્રવારે ત્રીજા દિવસે કંપનીએ પોતાની નવી  ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ એસયૂવી લોન્ચ કરી છે. કંપનીએ ઇ-કેયૂવી 100 (eKUV100) નામ આપ્યું છે.

જેને જોવા લોકો ઉસ્તુક બન્યા છે. આ ઉપરાંત મહિન્દ્રાએ કેટલાક વધુ નવા ઇવી કોન્સેપ્ટ અને વર્તમામન ઇ20 નું પણ અપડેટેડ વર્જન રજૂ કર્યા. આ દરમ્યાન કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે કારમાં ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ છે.

140 કિમીનું અંતર કાપવામાં સક્ષમ

એકવાર ફુલ ચાર્જ થઇ જવા પર આ કાર 140 કિમી સુધીની દુરી નક્કી કરવામાં સક્ષમ છે. eKUV100માં ગ્રાહકોને ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે એસયૂવીનો પણ ફાયદો મળશે. અહીં તમને જણાવીએ કે આ વખથે ઓટો એક્સપોમાં ઇલેક્ટ્રિક કારોની બોલબાલા છે. કારમાં આપવામાં આવેલા ફાસ્ટ ચાર્જિંગ ઓપ્શનથી તે એક કલાકથી પણ ઓછા સમયમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. કંપનીની નવી eKUV100 ના લુકમાં કોઇ ખાસ બદલાવ કરવામાં આવ્યા નથી.

વર્તમાન KUV100 જેવો છે લુક

તેનો લુક વર્તમાન eKUV100 જેવો છે. માત્ર તેના નામની આગળ ઇ એટલે કે ઇલેક્ટ્રિક લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીએ અંદર આપવામાં આવેલા એન્જિનને ઇલેક્ટ્રિક મોટરમાં બદલાવ કર્યો છે. કંપનીનો દાવો છે કે શહેરની ભીડભાડમાં ટ્રાફિકમાં ઓટો ટ્રાન્સમિશનની સાથે આવનારી KUV100 સાથે આરામદાયક સવારી કરી શકાશે.

બેટરી સ્ટેટસને પણ ટ્રેક કરશે કાર

મહિન્દ્રા eKUV100માં સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિમોટ ડાયગ્નોસ્ટિક, કેબિન પ્રી-કુલિંગ, લોકેશન ટ્રેકિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેના સિવાય કાર તમારી ડ્રાઇવિંગ પેટર્ન અને બેટરી સ્ટેટસને પણ ટ્રેક કરે છે. ઓટો એક્સપો 2018માં મહિન્દ્રાએ e20 એનએક્સટી પણ લોન્ચ કરી હતી. આ e20પ્લસનું અપગ્રેડ વર્જન છે. જેને બહારી અને અંદરના ભાગમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેના સિવાય ઇનફોટેનમેન્ટ સિસ્ટમ પણ પહેલાથી વધુ સારી કરવામાં આવી છે.

મહિન્દ્રા આ વખતે ઓટો એક્સપોમાં લગભગ 10 ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આવનારા સમયમ્ ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ જોઇને અત્યારથી જ ઇલેક્ટ્રિક સેગ્મેન્ટમાં પોતા પગ મજબુત કરી રહી છે. તેના સિવાય આ વખતે મારૂતિએ પણ પોતાની ઇલેક્ટ્રિકકાર ફ્યૂચર એસ રજૂ કરી છે.

Related posts

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

Mayur

આ TV કલાકારોના સંબંધી છે અરૂણ જેટલી, કઈક આવો છે પરિવાર સાથે સંબંધ

Nilesh Jethva

એક સમયે સ્ટેશનરીનો ધંધો કરનારા આ ખેડૂતે ખેતી ક્ષેત્રે કઈ રીતે ઉત્તમ આવક લીધી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!