GSTV

Auto Expo 2018 : Hyundai એ રજૂ કરી ફેસલિફ્ટ Elite i20, કિંમત જાણીને ખુશ થઈ જશો

ભારતનો સૌથી મોટો ઓટો શો, ઇન્ડિયન ઓટો એક્સપો 2018 શરૂ થઇ ગયો છે. દિગ્ગજ ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાની અનેક નવી કાર લોન્ચ કરવાની શરૂઆત કરી દીધી છે. તેવામાં આ ઓટો શોમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની સ્ટાઇલિશ ફેસલિફ્ટ એલીટ આઇ-20 લોન્ચ કરી છે. જો આ કારની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 5 લાખથી શરૂ થઇને 9 લાખ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.

ફિચર્સ

હ્યુન્ડાઇની આ કારની લંબાઇ 3995mm અને પહોળાઇ 1760mm છે સાથે જ તેની ઉંચાઇ 1555mm છે. તેનું વ્હીલબેઝ 2570mmનું છે. આ સાથે જ કંપનીએ તેમાં પ્રોજેક્ટર હેડપેમ્પ આપ્યા છે. આ ઉપરાંત ઇન્ટીગ્રેટેડ LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને નવા ડિઝાઇનના ફોગ લેમ્પ પણ આપવામાં આવ્યાં છે.

ટચ સ્ક્રીન ઇફોટેન્મેન્ટ સિસ્ટમ

હ્યુન્ડાઇની આ કારમાં નવું ટચ સ્ક્રીન ઇફોટેન્મેન્ટ સિસ્ટમ છે જે અગાઉ કરતા મોટુ છે. આ ઇફોટેન્મેન્ટ સિસ્ટમ એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે.

એન્જિન

આ કારના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું પેટ્રેલ એન્જિન છે. સાથે જ આ કાર 83 બીએચપીના પાવરનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત હ્યુન્ડાઇ એલીટ-20 ડીઝલ એન્જિનમાં 1.4 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે જે 89bhpના પાવરનું ઉત્પાદન કરે છે.

Related posts

સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ, સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો હતો આ આરોપ

Nilesh Jethva

મોદી સરકારનો કૃષિ ખરડો અને ખટ્ટર સરકાર પર વધ્યો ખતરો, ચૌટાલા ખસ્યા તો સરકાર ગબડશે

Karan

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં NSUIએ લગાવ્યો પેપર લીક થવાનો આક્ષેપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!