GSTV
Home » News » ગરમીની રજા પર ઉતરી આ કાર્સ અને ટૂ-વ્હિલર્સ બનાવતી કંપનીઓ, કારણ જાણી થશે આશ્ચર્ય

ગરમીની રજા પર ઉતરી આ કાર્સ અને ટૂ-વ્હિલર્સ બનાવતી કંપનીઓ, કારણ જાણી થશે આશ્ચર્ય

કાર અને બે પૈડાવાળાં વાહનો બનાવતી કંપનીઓ રજા પર ઉતરવાની તૈયારી કરી રહી છે. જોકે આના પાછળ કોઇ મોટું કારણ જવાબદાર નથી, સતત ઘટી રહેલ વેચાણના કારણે તેઓ ચિંતામાં છે. એક-બે સેગમેન્ટ સિવાય બાકી બધે વેચાણ ઘટી રહ્યું છે, એટલે તેઓ રજા પર જવાનું વિચારી રહી છે. કારણકે અત્યારે તેમની પાસે વેચાણ માટે ઘણો વધારે સ્ટોક પડ્યો છે અને તે ક્લીયર થઈ રહ્યો નથી. એટલે થોડા દિવસ માટે તેઓ પ્રોડક્શન બંધ કરવા ઇચ્છે છે, જેથી પછી ડિમાન્ડ અનુસાર પ્રોડક્શન શરૂ કરી શકાય.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ઓટોમોબાઇલ કંપનીઓ પાસે લગભગ 5 લાખ પેસેજર વ્હિકલ ટોકમાં છે. આગામી દિવસોમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રા કંપની 13 દિવસ માટે બધા જ પ્લાન્ટ બંધ રાખશે. તો દેશની બાકીની 10 ટોપ કંપનીઓમાંથી 7 કંપનીઓએ પણ પ્લાન્ટ બંધ કરવાની તૈયારી કરી લીધી છે.

હોર્ડા કાર્સ ઇન્ડિયા, રેનો-નિસાન અલાયંસ, સ્કોડા ઓટો થોડા જ દિવસોમાં 4 થી 10 દિવસની રજા પર ઉતરશે. તો મારૂતિ 23 થી 30 જૂન, હોન્ડા 5 થી 8 જૂન, ટાટા મોટર્સ સાળંદ 27મે થી 3 જીન, રેનો નિસાન 26 માર્ચથી 6 જૂન અને હોન્ડા મોટર સાઇકલ 4 જૂનથી 11 જૂન પ્લાન્ટ બંધ રાખશે.

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!