આ ગુફામાં ઉંઘવા માટે દૂર-દૂરથી આવે છે લોકો, કારણ છે રસપ્રદ

સામાન્ય રીતે લોકો પોતાની બિમારીઓની સારવાર કરાવવા માટે તબીબોની પાસે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી ગુફા પણ છે, જ્યાં લોકો ઉંઘવા અને પોતાની બિમારીઓની સારવાર કરાવવા માટે જાય છે. એવુ મનાય છે કે આ ગુફામાં ઉંઘવાથી ઘણી બિમારીઓથી છૂટકારો મળે છે.

આ ગુફા ઓસ્ટ્રિયાના ગાસ્તિનમાં છે. કહેવાય છે કે અહીં સૌથી પહેલા લોકો સોનાના ખાણની શોધમાં આવ્યા હતાં, પરંતુ બાદમાં તેમને જાણવા મળ્યું કે આ ગુફામાં ઉત્સર્જિત થતી ગેસથી મોટામાં મોટા રોગ પણ મટી જાય છે. ખરેખર, આ ગુફામાં રેડૉન ગેસ છે, એવુ મનાય છે કે આ ગેસના સંપર્કથી અમૂક ગંભીર બિમારીઓની સારવાર શક્ય છે. રેડૉન ગેસ એક રેડિયોએક્ટિવ ગેસ હોય છે, જે ગુફાના ગરમ વાતાવરણમાં કેટલીક બિમારીઓ પર ઉંડી અસર બતાવે છે.

આ ગુફામાં આવીને પોતાની સારવાર કરાવનારા લોકોનું માનવુ છે કે અહીં નિકળતી ગેસ અર્થરાઇટિસ (સંધિવા) અને પસોરિએસિસ (ત્વચા સંબંધી રોગ) જેવી બિમારીઓની સારવાર માટે અસરકારક છે. જેને અહીં પ્રાકૃતિક સારવારના રૂપમાં જોવાઈ રહ્યું છે. યૂરોપ અને અન્ય દેશોમાંથી કેટલાંક લોકો અહીં સારવાર માટે આવે છે. આ ગુફા સુધી લોકોને લાવવા માટે ટ્રેન પણ ચલાવવામાં આવે છે. અહીં દરેક સમયે તબીબોની હાજરી રહે છે, જે લોકો તેની બિમારીઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.

READ ALSO


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter