GSTV
Gujarat Government Advertisement

ઓસ્ટ્રેલિયાના બોલરોએ વોર્નરના બોયકોટની વાતને સદંતર ખોટી ગણાવી

Last Updated on April 1, 2019 by Mayur

 મિડીયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગત વર્ષે સાઉથ આફ્રિકા વિરૂધ્ધ ચોથી ટેસ્ટમાં વોર્નરની ટીમ વાપસી પર બોલરોએ બોયકોટની ધમકી આપી હતી.

ઓસ્ટ્રેલીયાનાં ફાસ્ટ બોલરોએ ડેવીડ વોર્નર બાબતે આવેલા સમાચાર પર મોટું નિવેદન આપ્યું હતું કે  તેમણે તમામા દાવાઓને સ્પષ્ટપણે  ખોટા ગણાવ્યા હતા. જેમાં વોર્નરની ટીમ વાપસી પર મેચનો બહિષ્કાર કરવાની વાત કરી હતી.

જેમાં ગત વર્ષે સાઉથ આફ્રિકાની ટુર પર કેપટાઉનમાં રમાયેલી  ત્રીજી ટેસ્ટ દરમ્યાન બોલની  સાથે છેડ-છાડમાં ડેવિડ વોર્નરને મુખ્ય દોષી માનવામાં આવ્યા હતા.તેમજ ઓપનર કૈમરન બૈનક્રોફટ અને તે વખતનાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ આ મામલામાં સાથે હોવાની વાતને કબુલ કરી હતી.

સિડનીના એક ન્યુઝ પેપરમાં શુક્રવારના રોજ અહેવાલ છાપાયા હતા કે વોર્નરને ટીમમાંથી બહાર નહી કરવામાં આવે તો મિશેલ સ્ટાર્ક, જોશ  હેઝલવુડ, પૈન્ટ કમિંસ અને નાથન લાયને ચોથી ટેસ્ટ નહી રમવાનો નિર્ણય લીધો હતો. જોકે રવિવારે ચારેય બોલરોએ મેચનાં બહિષ્કારના સમાચારોને ખોટા ગણાવ્યા હતા.જરૂરી વાત એ છે કે એક વર્ષના પ્રતિબંધ પુર્ણ થયા પછી વોર્નર અને સ્મિથ આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાં પાછા આવી શકે છે.અને જણાવ્યું કે “એક ટીમ રૂપે અમે બધા એકસાથે આગળ વધીશું અને ઓસ્ટ્રેલીયન ટીમને વર્લ્ડ કપ અને એશીઝ માટે તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બન્ને ખેલાડીઓ પરથઈ પ્રતિબંધ હટ્યા પછી આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે.આ વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં સ્મિથ અને વોર્નરની ટીમમાં વાપસી પણ થઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!