GSTV

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે દેશને મદદ કરવામાં ઓસ્ટ્રેલિયા પણ શામેલ, ભારતની પણ આ મામલે કરી પ્રશંસા

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને પીએમ મોદી વચ્ચે કોરોના સંકટને લઈને ફોન પર વાતચીત થઈ છે. આ વાતની જાણકારી ખુદ સ્કોટ મોરિસને આપી હતી અને કહ્યું હતું કે, ‘મારા મિત્ર પીએમ મોદી સાથે હમણાં વાત થઈ છે. તેમણે કોવિડના સંકટ સમયે ભારત સાથે ઊભા રહેવા બદલ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો છે. અમે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપીને ભારતનો સહયોગ કરી રહ્યાં છીએ. અમે વેક્સિન આપવાની ભારતની ઉદારતા ભૂલી શકીએ તેમ નથી. વૈશ્વિક પડકારો સામે બંને દેશ ભેગાં મળીને કામ કરશે.’

ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે. રોજ ચાર લાખ નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે એવામાં ભારતને મદદ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. બે દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પાયનેએ કહ્યું હતું કે, ‘આ મુશ્કેલભરેલી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ભારતની સાથે છે. આ સાથે જ તેમણે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ વિમાનમાં લોડ થઈને ભારત પહોંચી રહી હોવાની જાણકારી પણ આપી હતી.’ ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસે પોતાના ટ્વિટમાં ઓસ્ટ્રેલિયાનો મદદ બદલ આભાર માન્યો હતો.

ભારતે પણ માન્યો આભાર

માત્ર બે દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મેરિઝ પેને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘આ મુશ્કેલીના સમયમાં ઓસ્ટ્રેલિયા ભારતની સાથે ખડે પગે ઊભું છે. તેઓએ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન કંસંટ્રેટર્સની પ્રથમ બેચને વિમાનમાં લોડ કરવા અંગેની પણ જાણકારી આપી હતી. આ ટ્વિટ બાદ ભારત તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારતીય હાઈ કમિશને પોતાના ટ્વિટમાં કહ્યું કે, ‘વૈશ્વિક મહામારી સામે લડવામાં યોગ્ય સમયે સાથ આપવા માટે વડાપ્રધાન સ્કોટ મોરિસન અને મંત્રી મેરિસ પાયનેનો આભાર.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!