GSTV

ઓસ્ટ્રેલિયન ઓપન: નોવાક જોકોવિચ ફાઈનલમાં, ફેડરરનું 21મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું તોડ્યુ

Last Updated on January 30, 2020 by Mansi Patel

સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ વર્ષ પહેલાં ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનાં ફાઈનલમાં પહોંચી ગયો છે. ગુરૂવારે વર્લ્ડ નંબર 2 જોકોવિચે સ્વિસ દિગ્ગજ રોજર ફેડરરને 7-6(7-1),6-4,6-3થી માત આપી છે. આ હારથી 38 વર્ષનાં વર્લ્ડ નંબર 3 ફેડરરનું 21મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું અધુરૂ રહી ગયુ છે.

રેકોર્ડ આઠમો પુરસ્કાર જીતવા માટે ઉતરેલાં 32 વર્ષનાં જોકોવિચે પોતાની શાનદાર રમત ચાલુ રાખતાં 2 કલાક 18 મિનિટમાં ફેડરરને માત આપી હતી. હવે ફાઈનલમાં જોકોવિચનનો સામને ઓસ્ટ્રિયાનાં પાંચમાં સીડ ડોમિનિક થીમ અને જર્મનીનાં સાતમાં વરીય એલેક્ઝાન્ડર જ્વેરેવની વચ્ચે થનારી બીજી સેમીફાઈનલનાં વિજેતા સાથે થશે.

આ સાથે, ફેડરર ચોથી વખત મેલબોર્નમાં તેના વિરોધી જોકોવિચ સામે હારી ગયો અને આ તમામ સેમિફાઇનલ હતી. આ અગાઉ 2008, 2011 અને 2016 માં, જોકોવિચે ફેડરરને હરાવ્યો હતો.

20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરની જોકોવિચ સામેની કારકિર્દી રેકોર્ડ હવે 23-27 થઈ ગઈ છે. જોકોવિચની નજર હવે  17 મી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પર છે. 19 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલાં વર્લ્ડ નંબર વન રાફેલ નડાલ પહેલાં જ બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રિયાની ડોમિનિક થીમે નડાલને ઉલટફેરનો શિકાર બનાવ્યો છે.

મેચ જીત્યા પછી, જોકોવિચે કહ્યું, ‘તમે ફેડરર સામે તમે ઉચ્ચ સ્તરના ટેનિસની આશા રાખો છો. તે ગમે ત્યારે પાછા આવી શકે છે. મે પ્રયાસો કર્યા તેમનીસાથે રેલીમાં બન્યો રહું અને તેમને કોર્ટ પર મૂવ કરાવતો રહું.

ફેડરર સાથે 50 મુકાબલા અંગે, 16 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ કહ્યું, ‘હું આશા રાખું છું કે મેં તેને 20 ટકા સારો ખેલાડી બનાવ્યો છે. રાફા અને ફેડરરે પણ મારી રમતમાં સુધારો કર્યો છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!