GSTV
Cricket Sports Trending

રિકી પોન્ટિંગે સૂર્યકુમાર યાદવ વિશે 9 વર્ષ જૂની ઘટના વાગોળી, જાણો શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમનો ચમકતો સૂર્ય  સૂર્ય એટલે કે સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યાં છે. હાલમાં જ તેમણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-20 મેચમાં 191.67ના સ્ટ્રાઈક રેટથી માત્ર 36 બોલમાં 63 રન બનાવ્યા હતા.ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે 9 વર્ષ જૂની ઘટનાને વાગોળી હતી. પોન્ટિંગે કહ્યું કે 2013ની ઘટનાને યાદ કરતા કહ્યું કે જ્યારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે એ (સૂર્યકુમાર યાદ) 18 – 19 વર્ષનો નાનો બાળક હતો. જેથી એમે અમારી ટીમમાં રમવાની તક મળી ન હતી. જોકે એક વર્ષ પછી કલક્ત્તા નાઈટ રાઈડર્સે તેને ટીમમાં સામેલ કર્યો અને તેની કારર્કીદીની શરૂઆત થઈ હતી.

પોન્ટિંગે આ દરમિયાન એમ પણ કહ્યું કે સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી મોટો મેચ વિનર રહ્યો છે. તેને મિડલ ઓર્ડરમાં થોડી તક મળી અને પછી મુંબઈ ઈન્ડિયન્સ એ (MI) તેને હરાજીમાં પાછો ખરીદ્યો અને હવે પાંચ કે છ સીઝન માટે સુર્યા તેમના માટે મેચ વિનર રહ્યો છે. તે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓમાંથી એક છે.

ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટી-20 મેચમાં શાનદાર બેટિંગ કરવા બદલ સૂર્યાકુમાર યાદવ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પછાડીને ICC T20 રેન્કિંગમાં 801 રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે

વર્ષ 2022માં ટી-20 મેચોમાં સૂર્યાના બેટે મેદાનમાં ખુબ રન વરસાવ્યા છે. સૂર્યાએ આ વર્ષે રમેલી 20  ટી-20 મેચોમાં 37.88ની બેટિંગ એવરેજથી 682 રન બનાવ્યા છે. સૂર્યાએ આ વર્ષે ઈંગ્લેન્ડ સામે ટી-20 કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી. તેણે માત્ર 55 બોલમાં 117 રન બનાવ્યા હતા.

Also Read

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV