ગુજરાતના ગરબા એટલે કે નવરાત્રીનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે.તેમાંય ખાસ કરીને વડોદરાના ગરબાવિશેષ વખણાય છે. ત્યારે ગઈકાલે વડોદરામાં વિશ્વના વિવિધ દેશોના 60 જેટલા રાજદ્વારીઓ સાથે વિખ્યાત યુનાઈટેડ વે ઓફ બરોડા આયોજિત નવરાત્રી મહોત્સવ નિહાળીને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી આનંદથી અભિભૂત થઈ ગયા અને તેમણે વિડિયો સાથે ટ્વીટ કરીને ગુજરાતના – વડોદરાના ગરબાને બિરદાવતી આનંદ ઉર્મિઓ વ્યક્ત કરી છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફરેલે આનંદ મિશ્રિત આશ્ચર્યના ભાવો વ્યક્ત કરતા તેમના ટ્વીટમાં લખ્યું છે કે,”મહામાતા દુર્ગાની વંદના માટેના ગુજરાતના ગરબા ઉત્સવને પહેલીવાર વડોદરામાં પ્રત્યક્ષ માણ્યો. આ અદભુત અનુભવ કરાવવા માટે ડો.એસ.જયશંકર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર.ગરબા ખેલૈયાઓ નો જોશ,ઉત્સાહ અને આનંદ ખરેખર લાજવાબ છે.”
Experienced first hand #Gujarat’s #Garba Festival in #Vadodara honouring Goddess Durga 🙏🏻 – thank you @DrSJaishankar & CM @Bhupendrapbjp for this amazing experience. Wonderful to see the enthusiasm & joy of those dancing. @narendramodi @MEAIndia #IncredibleIndia #Navratri @dfat pic.twitter.com/wDKvmlP3AF
— Barry O’Farrell AO (@AusHCIndia) October 2, 2022
ગુજરાતના ગરબા નિહાળવા વિશ્વના દેશોના 60 જેટલા રાજનયિકો ગરબા મેદાનમાં પધાર્યા હોય અને ભારતના વિદેશ મંત્રી તેમની સાથે જોડાયા હોય તેવી અદભુત ઘટના શનિવારે,નવરાત્રી મહોત્સવમાં પહેલીવાર ઘટી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી