GSTV

COVID 19 સામેની જંગમાં ભારતની મદદે આવ્યું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, દાન કરી આટલી મોટી રકમ

ક્રિકેટ

Last Updated on May 3, 2021 by Bansari

ભારતમાં આજકાલ કોરોના વાયરસનો કહેર યથાવત છે, તેવામાં તેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સાથ મળ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોરોના વાયરસ સામેની જંગમાં ભારતની મદદ માટે આગળ આવ્યું છે. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતની મદદ કરવાનું એલાન કર્યુ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દાન કરશે આટલી રકમ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતાં એલાન કર્યુ છે કે તે કોરોના સંકટ સામે લડવા માટે 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે આશરે 28 લાખ 75 હજાર રૂપિયા દાન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યૂનિસેફ ઓસ્ટ્રેલિયા ભારતની મદદ માટે રકમ એકઠી કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ મિત્રતા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટે એક નિવેદન જારી કરતાં કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ મિત્રતા છે અને તે 50 હજાર ડોલર એટલે કે આશરે 37 લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંતરિમ સીઇઓ નિક હોકલે કહ્યું કે, પેટ કમિંસ અને બ્રેટ લીએ ગત સપ્તાહે તમારુ દિલ જીત્યુ જ્યારે તેમણે ભારતની મદદ માટે પૈસા દાન કર્યા. તે જ ભાવનામાં અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે રકમ એકઠી કરવાનું કામ કરી રહ્યાં છીએ.

કમિંસ અને બ્રેટ લીએ પણ કર્યુ હતુ દાન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંતરિમ સીઇઓ નિક હોકલે કહ્યું, અમે ભારતના લોકોને મદદ કરીશુ. ઓક્સિજન, ટેસ્ટિંગ કિટ અને રસી સાથે સ્વાસ્થ્ય પ્રણાલી પર પણ કામ કરવામાં આવશે. જણાવી દઇએ કે તેની પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસે ભારતની મદદ માટે 37 લાખ રૂપિયા પીએમ કેર્સ ફંડમાં દાન કર્યા હતા. પેટ કમિંસ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ આશરે 41 લાખ રૂપિયા દાન કર્યા હતા.

Read Also

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!