GSTV

વરસાદે વધારી ઓસી.ની મુશ્કેલી, ઇંગ્લેન્ડ સામે હારશે તો થશે બહાર

Last Updated on June 6, 2017 by

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર્નામેન્ટ પહેલા ઑસ્ટ્રેલિયાની ટીમને ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ ઑસ્ટ્રેલિયાને પહેલી 2 મેચમાં વરસાદ વિધ્ન બન્યો હતો જેના કારણે કાંગારૂની ઉંઘ ઉડી ગઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાની મુશ્કેલી ત્યારે વધી જ્યારે બીજી મેચમાં પણ વરસાદ પડ્યો હતો. લંડનના ઑવલ મેદાન પર ઑસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે સોમવારે રમાયેલી ડે-નાઇટ મેચમાં વરસાદ આવવાને કારણે બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા.

50 ઑવરમાં બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા 183 રનના ટાર્ગેટને પૂરા કરવા માટે ઑસ્ટ્રેલિયાએ 16 ઑવરમાં 83 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ આવતા મેચ ફરી વખત શરૂ ન થતા ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશની ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા.

પોઇન્ટ ટેબલ પર હાલમાં ઑસ્ટ્રેલિયાના બે મેચમાં 2 પોઇન્ટ છે જ્યારે ઇંગ્લેન્ડ સામે પહેલા મેચમાં હારેલી બાંગ્લાદેશની ટીમના 2 મેચ પછી 1 પોઇન્ટ છે. જણાવી દઇએ કે ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઇ હતી.

ઑસ્ટ્રેલિયાને છેલ્લી મેચ ઇંગ્લેન્ડની વિરુદ્ઘમાં રમાવી છે   ઑસ્ટ્રેલિયા માટે આ મેચ નૉક આઉટની જેમ હશે. જો ઑસ્ટ્રેલિયા આ મેચ હારી જાય તો, ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલ સુધી નહી પહોંચે.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

IND vs SL / શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવતાની સાથે ટી-20 સીરીઝ પર કર્યો કબ્જો, ટીમ ઇન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

વિરાટ કોહલી પર થશે મોટી કાર્યવાહી: રૂપિયા કમાવાની આડમાં આવા ધંધા કરતો ઝડપાયો, થઈ ગયો મોટો હોબાળો

Pravin Makwana

VIDEO: શ્રીલંકા વિરુદ્ધ મેચમાં રાહુલે બાઉન્ડ્રી પર એવો કેચ પકડી લીધો કે, બેટ્સમેન જોતો જ રહી ગયો, જોઈ લો તમે પણ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!