GSTV
Home » News » ઓસ્ટ્રેલિયાના કોચ લેન્ગરે તેના ખેલાડીઓને ખુલ્લા પગે સ્ટેડિયમમાં દોડાવ્યા

ઓસ્ટ્રેલિયાના કોચ લેન્ગરે તેના ખેલાડીઓને ખુલ્લા પગે સ્ટેડિયમમાં દોડાવ્યા

ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ લીગની છેલ્લી મેચમાં ૧૦ રનથી પરાજય થતા ઓસ્ટ્રેલિયાનો કોચ લેન્ગર નાખુશ છે. જોકે તેણે ટીમનો હોંસલો બુલંદ રહે તે માટે મનોવિજ્ઞાાનીની જેમ તરત જ હતાશા ખંખેરીને ઈંગ્લેન્ડ સામેની એમ્બેસ્ટન સ્ટેડિયમ પરની સેમિફાઈનલ મેચ અગાઉ પ્રેકટિસ સેશન દરમ્યાન ખેલાડીઓને અનોખો આદેશ આપતા કહ્યું હતું કે સ્ટેડિયમની દરતીની માટી અને ઘાસનો પગના તળિયા જોડે સંપર્ક-સ્પર્શ થાય તે હેતુથી તમે સ્ટેડિયમ ફરતે બુટ-મોજા કાઢીને રાઉન્ડ લગાવો. ખેલાડીઓએ તે પ્રમાણે કર્યું હતું. ખેલાડીઓએ કબૂલ્યું હતું કે અમને સ્ટેડિયમની ભુમિ પર ખુલ્લા પગે દોડતા અનેરી ઉર્જાનો અનુભવ થયો હતો.

લેન્ગરે તે પછી ખેલાડીઓને એમ પણ કલ્પના કરવાનું કહ્યું કે આપણે બધા એવું દ્રશ્ય મનોમન કલ્પીને જોઈએ કે આપણા સૌના હાથમાં લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપની ટ્રોફી હોય. એમ્બેસ્ટનના ગ્રાઉન્ડ પર જ ૧૯૯૯ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની સ્ટિવ વોની ટીમે સાઉથ આફ્રિકા સામે વન ડે ક્રિકેટ ઈતિહાસની યાદગાર ટાઈ કરવા સાથે જ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને તે પછી તેઓ વર્લ્ડકપ જીત્યા હતા.

લેન્ગરે ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટીમને તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ છેક છેલ્લા બોલ સુધી કેવો મરણીયો જંગ ભારે સ્વસ્થતા જાળવી ખેલ્યો હતો તેની પ્રેરણાત્મક વાતો પણ કરી હતી. ઓસ્ટ્રેલિયા ૧૯૯૩ પછી આ ગ્રાઉન્ડ પર વન ડે અને ૨૦૦૧ પછી એશિઝ ટેસ્ટ જીત્યું નથી તે રીતે જોઈએ તો એમ્બેસ્ટનની સેમિફાઇનલ જીતવા માટે મજબૂત મનોબળ સાથે ઉતરવું પડશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!