ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો તે કોઈ પણ ટીમ માટે અગ્નિપરીક્ષા સમાન હોય છે. જેમાં પહેલી જ પરીક્ષામાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ નિષ્ફળ રહી હતી અને તેનો 66 રનથી શરમજનક પરાજય થયો હતો. ભારતની ટીમ બીજી માર્ચ બાદ પહેલી વાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી રહી હતી પરંતુ આ સમય દરમિયાન રમવાની સ્ટાઇલ પણ છીનવાઈ ગઈ હતી? ભારતના ખેલાડીઓ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા ન હતા પરંતુ તેના જેવા જ ઉચ્ચ દરજ્જાની આઇપીએલમાં તો રમ્યા જ હતા.

ભારતના બેટ્સમેનોએ આસાનીથી વિકેટો ફેંકી દીધી હતી
ભારતના પરાજયના કારણો શોધવા જઈએ તો એક નથી પણ ઘણા છે. ભારતની પહેલી ચાર વિકેટો માટે ઓસ્ટ્રેલિયાએ ખાસ કાંઈ કરવું પડ્યું ન હતું. ભારતના બેટ્સમેનોએ આસાનીથી વિકેટો ફેંકી દીધી હતી તો ફિલ્ડરોએ વારંવાર કેચો ગુમાવ્યા હતા. ભારતના પરાજયના મોટા કારણો પર નજર કરીએ તો ભારતે ફિલ્ડિંગમાં ઘણા છબરડા વાળ્યા હતા અને ચાર કેચ છોડ્યા હતા. જે ટીમને ભારે પડી ગયા.
ભારતે છેલ્લી 20 ઓવરમાં જ 205 રન આપી દીધા હતા
બીજું કારણ એ છે કે નબળી બોલિંગની તો વાત કરીએ છીએ પણ ભારતે છેલ્લી 20 ઓવરમાં જ 205 રન આપી દીધા હતા.જે ટીમને ભારે પડી ગયા. જસપ્રિત બુમરાહ પાસેથી ઘણી અપેક્ષા હતી પરંતુ તે આજે નિષ્ફળ રહ્યો હતો.
ભારતીય બોલર્સ તેમની સામે ડિફેન્સિવ બોલિંગ કરતા રહ્યા
આ ઉપરાંત ભારતીય બોલર્સે કાંગારું ટીમની 50 ઓવરમાં એક પણ વાર સામે ચાલીને આક્રમણ કર્યું હોય તેવું જોવા મળ્યું નથી. હરીફ બેટ્સમેન સતત આક્રમક બેટિંગ કરી રહ્યા હતા પરંતુ ભારતીય બોલર્સ તેમની સામે ડિફેન્સિવ બોલિંગ કરતા રહ્યા હતા.
ભારતની સૌથી મોટી નબળાઈ બેટિંગની રહી હતી
ભારતની સૌથી મોટી નબળાઈ બેટિંગની રહી હતી. શિખર ધવને 74 રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાય ભારતના મોખરાના ક્રમના બેટ્સમેન નિષ્ફળ રહ્યા. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરની નિષ્ફળતાને કારણે બેટિંગમાં ભારત લડત આપી શક્યું ન હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….