AUS vs IND: જો આ ચાર કામ ટીમ ઈન્ડિયા કરશે તો મેલબર્નમાં જીતના વધી જશે ચાન્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ ગુમાવ્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાએ સીરીઝ 1-1થી બરોબરી કરી લીધી છે. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર યજમાન ટીમને મહેમાનથી બહેતર સિદ્ધ કરવામાં લાગેલા છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે, બાકીની બે ટેસ્ટ બાદ ખબર પડશે. ભારતીય ટીમ માટે જરૂરી છે કે પર્થ ટેસ્ટની નબળાઈઓને બાજુ પર મૂકીને આગળ વધે અને જીત પ્રાપ્ત કરી શકે.

વિવાદ છોડીને પ્રદર્શન પર ફોકસ

કોહલીએ કહ્યું હતું કે આ પ્રવાસ પર જવાથી તેઓ વધુ પરિપક્વ થઇ ગયા છે અને તેમનું ધ્યાન વિવાદો, સ્લેજિંગ પર નહી હોય. પરંતુ પર્થ ટેસ્ટમાં આવુ ક્યાય દેખાયુ નથી. કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન આમને-સામને આવી ગયા હતાં. પ્રતિસ્પર્ધિ ખેલાડીઓની સાથે-સાથે ટીમના ખેલાડીઓમાં તિરાડ જેવી બાબતોને બાજુએ મૂકીને હવે ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રીત કરવુ જરૂરી છે.

પ્રેક્ટિસ સેશન જરૂરી

ભારતીય ટીમ પર્થ ટેસ્ટ બાદ ચાર દિવસ સુધી કોઇ અભ્યાસ કરશે નહીં અને ક્રિકેટરો આરામ ફરમાવશે. એવામાં આ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે હારનારી ટીમ આરામ કેવીરીતે કરી શકે છે. અત્યારે ટીમને મળેલા સમયનો યોગ્ય ઉપયોગ સૌથી જરૂરી છે. આરામ તો પ્રથમ ટેસ્ટ બાદ પણ ભારતીય ટીમે કર્યો હતો. આશા છે કે આ પક્ષ પર પણ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી વિચાર કરશે.

સ્પિન વિભાગ: પ્રતિસ્પર્ધી ટીમ પાસેથી મળી સીખ

ટીમ મેનેજમેન્ટ પર્થની પિચ સમજવામાં નિષ્ફળ રહ્યાં. કોઈ સ્પેશિયાલિસ્ટ સ્પિનરને રમાડવામાં આવ્યો નથી. યજમાન ટીમના સ્પિનર લિયોને આ વિકેટ પર વિકેટ લીધી. એવામાં સ્પિન વિભાગ સંપુર્ણ રીતે ખાલી છોડી શકાય નહીં, જે શરૂથી ભારતનું મજબૂત હથિયાર રહ્યું છે. આર.અશ્વિન ઈજાગ્રસ્ત હતાં, પરંતુ રવિન્દ્ર જાડેજા ફિટ હતાં અને તેઓ બોલિંગ સિવાય સારી બેટિંગ પણ કરી લે છે.

ઓપનિંગ: યોગ્ય કોમ્બિનેશન પસંદ કરો

ઓપનરોનું સુપર ફ્લોપ પ્રદર્શન યથાવત છે અને પૃથ્વી શૉ આખી સીરીઝમાંથી બહાર થઇ ગયા છે, એવામાં ત્રીજી ટેસ્ટ પહેલા ઓપનિંગની પહેલીનો ઉકેલ લાવવા માટે કેટલાંક પરફેક્ટ નિર્ણય શોધવા પડે. જે કોમ્બિનેશનને પસંદ કરે તેને સારું મહત્વ આપે. ભારતીય ઓપનરોએ અત્યાર સુધી કુલ 97 રન બનાવ્યા છે, જેમાં હાઈએસ્ટ પાર્ટનરશિપ 63 રનની રહી છે. તો ઓસ્ટ્રેલિયન ઓપનરોએ આ બે ટેસ્ટ મેચમાં 228 રન બનાવ્યા છે. જેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે બંને ટીમમાં કેટલો ગેપ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter