ભારતે કરી મોટી ભૂલ : એક પણ રન વિના 3 વિકેટ પડી ગઇ, કોહલી અને પૂજારા શૂન્યમાં આઉટ

ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 151માં જ સમેટાઈ ગઈ. ભારતને પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 292 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયા ફોલોઓન ન બચાવી શક્યું, જો કે ભારતે તેઓને બીજી વખત ક્રિઝ પર બોલાવવાની જગ્યાએ પોતે જ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને આ ભૂલ નડી શકે છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી વધુ સફળ બોલર રહ્યો. તેને 33 રન આપીને 6 વિકેટ ઝડપી. ભારતે ફોલોઅન ના આપી સૌથી મોટી ભૂલ કરી હોય તેમ 45 રનમાં 5 વિકેટ પડી ગઈ છે.

ભારતની ચારેય વિકેટ કમીન્સે લીધી

એક પણ રન બન્યાં વગર ભારતની સતત 3 વિકેટ પડી ગઈ છે. બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત પણ ઘણી જ ખરાબ રહેતાં. ટીમના ખાતામાં 28 રન જોડાયાં હતા અને હનુમા વિહારી આઉટ થઈ ગયો. તેને 13 રન બનાવ્યાં હતા. તેની જગ્યાએ આવેલો ચેતેશ્વર પુજારા બીજી ઈનિંગમાં શૂન્ય રને જ્યારે કેપ્ટન કોહલી પણ શૂન્ય રને આઉટ થયો. આમ એક પણ રન જોડ્યાં વગર ભારતની 3 વિકેટ પડી. કોહલી બાદ આવેલો રહાણે પર 1 રન બનાવી જ પેવેલિયન પરત ફર્યો છે. ભારતની ચારેય વિકેટ કમીન્સે લીધી છે. ભારતની પહેલી વિકેટ 13મી ઓવરના છેલ્લાં બોલ પડી જ્યારે ચોથી વિકેટ 17મી ઓવરના પહેલાં બોલે પડી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખાતામાં માત્ર 4 રન જોડયાં હતા.

બુમરાહનું આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલું વર્ષ

જસપ્રીત બુમરાહ એક કેલેન્ડર યરમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનાર પહેલો એશિયાઈ બોલર બન્યો છે. તેને દક્ષિણ આફ્રિકાની યાત્રા દરમિયાન જ્હોનિસબર્ગ ટેસ્ટમાં 54 અને ઈંગ્લેન્ડ સીરીઝના ટ્રેંટ બ્રિજ ટેસ્ટમાં 85 રન આપીને 5-5 વિકેટ લીધી હતી. બુમરાહનું આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલું વર્ષ છે. તેને આ વર્ષે જાન્યુઆરીમાં કેપટાઉનમા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ રમીને પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી.

બુમરાહ બાદ જાડેજા ત્રાટક્યો

ઑસ્ટ્રેલિયન ટીમ કંઇ સમજે તે પહેલાં જ બુમરાહે માર્કસ હૈરિસ (22)ને આઉટ કરી બીજો ઝાટકો આપ્યો. હૈરિસનો કેચ ઇશાંતે કર્યો. થોડીક વાર પછી રવિન્દ્ર જાડેજા એ ઉસ્માન ખ્વાજાને આઉટ કરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટ પર 53 રન હતો. તેનો કેચ મયંકે કર્યો હતો. તેમણે 32 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રનની ઇનિંગ્સ રમ્યા. સામે આવેલા જાડેજાએ પોતાની ત્રીજી જ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી. લંચની ઠીક પહેલાં બુમરાહે શોન માર્શ (19)ને આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી. લંચ બાદ બુમરાહે ટ્રેવિસ હેડિને બોલ્ડ કરી દીધો હતો. તેની સાથે જ યજમાન ટીમનો સ્કોર 92/5 થઇ ગયો હતો. બુમરાહની આ ત્રીજી વિકેટ રહી. ટીમ ઇન્ડિયાનો આગળનો શિકાર મિશેલ માર્શ થયા. તેમણે રવિન્દ્ર જાડેજાને અજિંક્ય રહાણેના હાથે કેચ કરાવ્યો. માર્શ એ 36 બોલમાં 9 રન બનાવ્યા.

ભારતીય ઇનિંગ્સનું આકર્ષણ પૂજારા

ભારતીય ઇનિંગ્સનું આકર્ષણ પૂજારા (106)ની સદી તથા કેપ્ટન વિરાટ કોહલી (82), મયંક અગ્રવાલ (76) અને રોહિત શરમા (નોટ આઉટ 63)ની અડધી સદી રહી. પૂજારા અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 170 રનની ભાગીદારી કરી. ત્યારબાદ રોહિતે અંજિક્ય રહાણે (34)ની સાથે 62 અને ઋષભ પંત (39)ની સાથે 76 રનની બે મહત્વની ભાગીદારી કરી. પેટ કમિંસ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ બોલર્સ રહ્યો. તેમણે 72 રન આપી ત્રણ વિકેટ લીધી. મિશેલ સ્ટાર્કે 87 રન આપી 2, જ્યારે જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter