GSTV
Home » News » મેલબર્ન ટેસ્ટ : ટીમ ઇન્ડિયાની સ્થિતી મજબૂત , ભારતની 346 રનની લીડ ઓસ્ટ્રેલિયા માટે બની માથાનો દુખાવો

મેલબર્ન ટેસ્ટ : ટીમ ઇન્ડિયાની સ્થિતી મજબૂત , ભારતની 346 રનની લીડ ઓસ્ટ્રેલિયા માટે બની માથાનો દુખાવો

મેલબર્નની મુશ્કેલ પીચ પર ભારતે ઓસ્ટ્રેલિયાને હાર તરફ ધકેલી દીધું છે અને હવે કુલ 346 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસે રમચ પૂરી થઇ ત્યાં સુધી પોતાની બીજી ઇનિંગમાં પાંચ વિકેટના નુકસાન પર 54 રન બનાવ્યાં છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જારી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 346 રનની લીડ મેળની લીધી છે.


ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 151 રને સમેટાઇ ગયા બાદ ભારતે સ્ટ્મ્પસ સુધી પોતાની બીજી ઇનિંગમાં 54 રનનો સ્કોર ઉભો કર્યો. ટીમ માટે મયંક અગ્રવાલ (28) અને ઋષભ પંત (6) અણનમ છે. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી પેંટ કમિંસે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી છે. જોશ હેઝલવુડને એક સફળતા મળી છે. તેની પહેલા ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 151 રનનો સ્કોર કર્યો હતો.

ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 151 રનો પર સમેટાઇ ગયા બાદ ભારતે બીજી ઇનિંગ્સમાં સ્ટમ્પ સુધી 27 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 54 રન બનાવી લીધા છે. ઋષભ પંત (6) અને મયંક અગ્રવાલ (28) નોટ આઉટ રહ્યા. આમ જોવામાં આવે તો બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ પડી ગયા બાદ પણ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. કારણ કે તેની પાસે 346 રનોની લીડ છે. યજમાનને ફૉલોઑન રમવાની તક નહીં આપનાર ભારતીય ટીમની બીજી ઇનિંગ્સમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી. એક સમયે તો તેના 4 ટોપ ઓર્ડર બેટ્સમેન માત્ર 28 રનોના ટીમ સ્કોર પર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. મયંક અગ્રવાલે જો કે દિવસના અંત સુધીમાં એક છેડો સંભાળી રાખ્યો.
બીજી ઇનિંગ્સમાં મોટા સ્કોરનું સપનું જોઇ બેઠેલ ભારતીય ટીમને પૈટ કમિંસે એક પછી એક 4 ઝાટકા આપી સ્થિતિ ખરાબ કરી દીધી. ભારતને પહેલો ઝાટકો હનુમા વિહારી તરીકે લાગ્યો. 13 રન બનાવી પેટ કમિંસના બોલ પર આઉટ થયો. તેનો કેચ ઉસ્માન ખ્વાજાએ કર્યો. પેટ કમિંસનો બીજો શિકાર પહેલી ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી ચૂકેલ પૂજારા આ ઇનિંગ્સમાં ખાતુ જ ના ખોલી શકયો. પૂજારાનો કેચ માર્કસ હેરિસે કર્યો.

ભારત સ્થિર થાય અને કંઇ સમજે તે પહેલાં જ પેટ કમિંસે કેપ્ટન વિરાટ કોહલીને ખાતુ ખોલ્યા વગર પેવેલિયન ભેગો કરી દીધો. કોહલીનો કેચ હેસિરના હાથે થયો હતો. આ ત્રણેય 3 ઓવરની અંદર જ 28 રનના ટીમ સ્કોર પર હતા. સ્કોમાં 4 રન થયા અને કમિંસે અજિંક્ય રહાણેને વિકેટકીપર ટીમ પેનના હાથે કેચ કરી દીધો. રહાણે માત્ર એક રન બનાવી શકયો.
કુલ 15 વિકેટ પડી
ભારતીય ટીમને પાંચમો ઝાટકો જોશ હેઝલવુડે આપ્યો. તેમણે રોહિત શર્માને 5 રનોના ખાનગી સ્કોર પર શૉન માર્શના હાથે કેચ કરાવ્યો. જો કે ત્યારબાદ નવા બેટ્સમેન ઋષભ પંત અને ઓપનર મયંક અગ્રવાલે ટીમ ઇન્ડિયાને કોઇ ઝાટકો લાગવા દીધો નથી. ત્રીજા દિવસે કુલ 15 વિકેટ પડી, તેમાં 10 ઑસ્ટ્રેલિયા અને ભારતની 5 વિકેટ સામેલ છે. હવે જોવાનુ એ રહેશે કે ચોથા દિવસે આ પિચ પર ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે.
બુમરાહની ‘સિક્સર’


આની પહેલાં જસપ્રીત બુમરાહ (15.5 ઓવર, 4 મેડન, 33 રન, 6 વિકેટ)ની ઘાતક બોલિંગના બદલામાં ટીમ ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયન ટીમની પહેલી ઇનિંગ્સ 151 રન પર સમેટાય ગઇ. બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી, જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીના ખતામા 1-1 વિકેટ આવી ગઇ. યજમાન ટીમની તરફથી બેસ્ટ સ્કોરર કેપ્ટન ટિમ પેન અને માર્કસ હૈરિસ રહ્યા. આ બંને 22-22 રનની ઇનિંગ્સ રમ્યા. અહીં ભારતની પાસે ઑસ્ટ્રેલિયાને ફૉલોઓન આપવાની તક હતી, પરંતુ યજમાન ટીમે આમ ન કરવાનો નિર્ણય લેતા પોતાની બીજી ઇનિંગ્સ રમવાનો નિર્ણય લીધો.

ઑસ્ટ્રેલિયન ટીમ કંઇ સમજે તે પહેલાં જ બુમરાહે માર્કસ હૈરિસ (22)ને આઉટ કરી બીજો ઝાટકો આપ્યો. હૈરિસનો કેચ ઇશાંતે કર્યો. થોડીક વાર પછી રવિન્દ્ર જાડેજા એ ઉસ્માન ખ્વાજાને આઉટ કરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટ પર 53 રન હતો. તેનો કેચ મયંકે કર્યો હતો. તેમણે 32 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રનની ઇનિંગ્સ રમ્યા. સામે આવેલા જાડેજાએ પોતાની ત્રીજી જ ઓવરમાં ભારતને સફળતા અપાવી.લંચની ઠીક પહેલાં બુમરાહે શોન માર્શ (19)ને આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી. લંચ બાદ બુમરાહે ટ્રેવિસ હેડિને બોલ્ડ કરી દીધો હતો. તેની સાથે જ યજમાન ટીમનો સ્કોર 92/5 થઇ ગયો હતો. બુમરાહની આ ત્રીજી વિકેટ રહી. ટીમ ઇન્ડિયાનો આગળનો શિકાર મિશેલ માર્શ થયા. તેમણે રવિન્દ્ર જાડેજાને અજિંક્ય રહાણેના હાથે કેચ કરાવ્યો. માર્શ એ 36 બોલમાં 9 રન બનાવ્યા.
ત્યારબાદ માત્ર કેપ્ટન ટિમ પેન જ ભારતીય આક્રમણ સાથે થોડોક સમય ટકી શકયો. તેમણે 85 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 22 રન કર્યા. આ ઇનિંગ્સને બુમરાહે સમેટી લીધી. પેન આઉટ થતાં જ યજમાન ટીમ ગણતરીની મિનિટોમાં ઓલઆઉટ થઇ ગઇ. આ ત્રીજી તક છે જ્યારે બુમરાહે ટેસ્ટની એક ઇનિંગ્સમાં 5 કેથી વધુ વિકેટ ઝડપી હોય.

જણાવી દઇએ કે ચેતેશ્વર પુજારાની 17મી ટેસ્ટ સદી તથા અન્ય બેટ્સમેનના ઉપયોગી યોગદાનથી ભારતે મેલબર્નની મુશ્કેલ પીચ પર ટેસ્ટ મેચનાબીજા દિવસે પોતાની પહેલી ઇનિંગ સાત વિકેટ પર 443 રને ઘોષિત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના જવાબમાં સહજ શરૂઆત કરી તથા બીજા દિવસે રમત પૂરી થયા સુધી કોઇ નુકસાન વિના આઠ રન બનાવ્યાં હતાં. બીજા દિવસે ભારત કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 435 રન પાછળ હતી.

Read Also

Related posts

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!