GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ભારત માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, આ ખતરનાક ખેલાડી T20માંથી બહાર

ઓસ્ટ્રેલિયાએદક્ષિણ આફ્રિકા અને ભારત માટે રમાવાની ટી-20 સીરીઝ માટે ઝડપી બોલર મિશેલ સ્ટાર્કઅને સ્પિનર નાથન લિયોનને આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકા સામે એકમાત્રટી-20 17 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમશે, જ્યારે વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીયટીમ સામે ત્રણ ટી-20 મેચોની શ્રેણી 21 નવેમ્બરથી શરૂ થશે.

આગળના વ્યસ્તકાર્યક્રમને જોઈને અન્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે તેમાં ઝડપી બોલર પીટરસિડલ અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ પણ સામેલ છે, જ્યારે માર્કસ સ્ટોઇનિસ અને જેસનબેહરનડાર્ફની ટીમમાં વાપસી થઈ છે. મુખ્ય કોચ જસ્ટિન લૈંગરે કહ્યું કે સીનીયર ખેલાડીઓનેભારત સામેની 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનારી ટેસ્ટ મેચોની શ્રેણીને ધ્યાનમાંરાખીને આરામ આપવામાં આવ્યો છે. લૈંગરે કહ્યું, ‘અમે જાણતા હતા યૂએઈ પ્રવાસ બાદ અમારેસ્વદેશમાં લાંબા સત્રથી ગુજરવાનુ છે તથા ત્યારબાદ વિશ્વ કપ અને એશિજ રમવાની છે,તેથી અમારે પોતાની ટી-20 ટીમ અને આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીની વચ્ચે યોગ્યસંતુલન બનાવવાનું છે.’

સ્ટોઇનિસ અનેબેહરનડાર્ફની વાપસી વિશે લૈંગરે કહ્યું, માર્કસ હાલમાં યૂએઈમાં રમાયેલી ટી-20માંરમી શક્યો નથી, કારણકે તેણે બોલિંગ કરવાનું શરૂ કર્યુ નહતું, પરંતુ હવે તે સંપૂર્ણરીતે ફિટ છે. સસ્પેન્ડ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વાર્નરની સેવાઓ વગર ઓસ્ટ્રેલિયા ખરાબસમયથી ઝઝૂમી રહ્યું છે. તો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સાથે યૂએઈમાં ટી-20 શ્રેણી હારીગયુ હતું અને ત્યારબાદ તેને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વન-ડે મેચોની શ્રેણીનાપર્થમાં રમાયેલ પ્રથમ મેચમાં કરારી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ટી-20 ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), એલેક્સ કેરી, એશ્ટન એગર, જેસન બેહરનડાર્ફ, નાથન કૂલ્ટર-નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, બેન મેકડરમાટ, ડી આર્સી શૉર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રયુ ટાઈ, એડમ કામ્પા.

ભારતીય ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહમદ.

Related posts

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો : મોદી સરકારની છૂટછાટમાં કોરાનાના કેસો અને મોતના આંકથી ફાટી પડશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!