GSTV

રાજકોટમાં વનડે મેચ પહેલાં ઓસ્ટ્રેલિયાનાં આ સ્પીનરે સીરીઝ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Last Updated on January 16, 2020 by Mansi Patel

આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત માટે ડૂ ઓર ડાઇ મેચ રમાવા જઇ રહી છે. આજે બંને ટીમોએ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી.મેચ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયાના ફીરકી બોલર એડમ જંપાએ વન ડે જીતીને સીરિજ કબજે કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તેણે કહ્યુ કે મુંબઈમાં વિરાટ કોહલીને આઉટ કર્યો હતો તેવી જ રીતે રાજકોટમાં પણ તેની વિકેટ જલદી લેવાનો લક્ષ્યાંક રહેશે. તેણે કહ્યુ કે પ્રથમ મેચ જીત્યા છીએ તેથી આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે પરંતુ અમે ઓવર કોન્ફિડન્સમાં નહીં રહીએ. તેણે કહ્યુ કે આઇપીએલમાં રમ્યાનો તેને આ સીરિઝમાં ફાયદો મળી રહ્યો છે.

કોહલીના ટેમ્પરામેન્ટ અને એટીટ્યૂડ અંગે તેણે કહ્યુ કે ઘણા પૂર્વ ક્રિકેટરોનું કહેવું હતું કે કોહલી બોલરોનું સન્માન નથી જાળવતો. પરંતુ તે વાત બિલકુલ ખોટી છે. કોહલી હરીફ બોલરનો રીસ્પેક્ટ કરતો હોવાનુ જંપાએ જણાવ્યુ હતુ.

READ ALSO

Related posts

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!