ઓસ્ટ્રેલિયામાં આ સદીનું સૌથી ભયાનક પુર, 20 હજાર મકાનો પાણીમાં ગરકાવ: Video

ઓસ્ટ્રેલિયામાં કાતિલ ઠંડી બાદ હવે ભયાનક પુર આવ્યુ છે. પુરના કારણે અનેક લોકોને પોતાનું ઘર છોડવાની નોબત આવી. ઓસ્ટ્રેલિયામાં આવેલા પુરને સદીનું સૌથી મોટુ પુર ગણવામાં આવી રહ્યુ છે. સતત વરસાદના કારણે ઉત્તર-પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્વિંસલેન્ડના અનેક શહેરોમાં તારાજી પણ સર્જાઈ છે. જેથી અનેક લોકો ફસાયા છે. જેમને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. મળતા અહેવાલ મુજબ વરસાદ અને પુરના કારણે 20 હજારથી વધુ મકાનો જળમગ્ન થયા છે. જ્યારે કે, અનેક શહેરોમાં વીજળી અને ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી છે.

ક્વિસલેન્ડમાં પુરના કારણે વન્યપ્રાણીઓ સડક પર આવી ગયા. મગર અને હરણ જેવા પ્રાણીઓ સડક પર જોવા મળ્યા. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્વિસલેન્ડના અનેક વિસ્તારમાં સતત સ્થિતિ કથળી રહી છે. જેથી અહીં સેનાને બચાવ કાર્યમાં ઉતારવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે, આ પહેલા ઓસ્ટ્રોલિયમાં આનાથી ભયાનક પુર ક્યારેય આવ્યુ નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter