GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

20

Last Updated on December 4, 2020 by Bansari

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ટી20 ક્રિકેટ સિરીઝનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો. આ સાથે કાંગારું ટીમના સુકાની એરોન ફિચે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો તેનો અર્થ એ થયો કે ભારત પહેલા બેટિંગ કરશે.

ભારત માટે આ મેચ સાથે તામિલનાડુનો ઝડપી બોલર ટી. નટરાજને તેની કરિયરનો પ્રારંભ કરશે. હજી બે દિવસ અગાઉ નટરાજને તેની વન-ડે કરિયરનો પ્રારંભ કર્યો હતો અને તેમાં તેણે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. હવે તે પહેલી વાર ભારત માટે ટી20 રમનારો છે.

ટીમમાં કોને મળ્યું સ્થાન

ભારતે તેની ટીમમાં નટરાજન ઉપરાંત દીપક ચાહર, સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદર જેવા ટી20 સ્પેશિયાલિસ્ટને સમાવ્યા છે. ટોસ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી ટી20માં નિયમિતપણે રમી રહ્યા છીએ અને આ વખતે ચાહર, સુંદર અને સેમસન જેવા ખેલાડીના સમાવેશથી ટીમ પાસે સારી તક રહેલી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

Pravin Makwana

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!