સુંઘીને જાણી શકે છે કોણ છે મરવાનું, આ યુવતીએ ચમત્કારી શક્તિ હોવાનો કર્યો છે દાવો

દુનિયામાં ઘણા એવા લોકો છે, જે આ દાવો કરે છે કે તેમની પાસે અજીબોગરીબ શક્તિઓ છે. આવી જ એક યુવતી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. 25 વર્ષીય અરી કલાનો દાવો છે કે તેમને પહેલા જ ખબર પડી જાય છે કે કયા વ્યક્તિનુ મોત થવાનુ છે.
અરી કલાનુ કહેવુ છે કે તેઓ સૂંઘીને જણાવી શકે છે કે ટૂંક સમયમાં કોનુ મોત થવાનુ છે. તેમણે જણાવ્યું કે તેમને પોતાની આ શક્તિ અંગે ત્યારે જાણવા મળ્યું, જ્યારે તેણી લગભગ 12 વર્ષની હતી. તેમનું કહેવુ છે કે તેમને સમજાતુ નથી કે તેઓ આ શક્તિનો શું ઉપયોગ કરે, તેનો કેવીરીતે ઉપયોગ કરે?
અરીએ એક ઘટના અંગે જણાવ્યું કે જ્યારે તેણી 12 વર્ષની હતી ત્યારે તેણી પોતાના એક સંબંધીને જોવા માટે પહોંચી હતી, જેનુ ટૂંક સમયમાં મોત થવાનુ હતુ. તેવા સમયે તેમને ત્યાં એક અજબ પ્રકારની ગંધનો અહેસાસ થયો.
ત્યારબાદ તેણી અન્ય લોકોની પાસે પણ ગઇ અને તેની પાસે પણ જવાથી આ પ્રકારની ગંધનો અહેસાસ થયો, જેનું થોડા દિવસો બાદ મોત થયું. જોકે, અરીએ પોતાની આ શક્તિ પર અફસોસ વ્યક્ત કર્યો કે તેમને ભલે લોકોના મોતની ખબર પડી જાય, પરંતુ તેણી કોઈ પણ વ્યક્તિને બચાવી શકતી નથી. તેમનું કહેવુ છે કે કોણ મરવાનુ છે, તે તેમને ખબર પડી જાય છે, પરંતુ તેણી કોઈ પણ વ્યક્તિને જણાવતી નથી, કારણકે તેણી નિયતિની સાથે કોઈ પણ પ્રકારની રમત રમવા માંગતી નથી.
અરી વ્યવસાયે એક મનોવૈજ્ઞાનિક છે. તેમનું કહેવુ છે કે દરેક વ્યક્તિની અંદર કોઈ શક્તિ હોય છે, પરંતુ કોઈ કારણોસર આ શક્તિ વ્યક્તિની અંદર જ દબાઇ જાય છે. મીડિયા રીપોર્ટ મુજબ, મનોવૈજ્ઞાનિક બનતા પહેલા અરી એક કંપનીમાં સેક્રેટરીનુ કામ કરતી હતી, પરંતુ બાદમાં તેણીએ આ નોકરી છોડી દીધી. હવે આ મહિલાઓને મનોવૈજ્ઞાનિક ટ્રેનિંગ આપી રહી છે.
READ ALSO
- કુંભમાં છવાયેલી છે આ મહિલા અઘોરી, ક્યારેક સૉફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી
- કસ્ટમરે ડિલીવરી બોયને કહ્યું, ખા ‘મા કસમ’, કારણ અને આખી ચેટ વાંચી આવશે હસવું
- ન્યૂડ થઈને કરવી પડશે ઘરની સાફ-સફાઈ, આ કંપની આપી રહી છે એક કલાકના 4,100 રૂપિયા પગાર
- …તેથી મહિલાએ પાળી રાખ્યા છે જીવજંતુ, પોતાનુ લોહી પીવડાવીને ભરે છે તેનુ પેટ
- તમે નહીં માનો પણ આ વ્યક્તિ દર મહિને ચા વેચીને કમાય છે 12 લાખ રૂપિયા