GSTV
Home » News » 24 કલાક પણ ન ટકી શક્યો ટીમ ઈન્ડિયા ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ, ઑસ્ટ્રેલિયાએ કરી બરાબરી

24 કલાક પણ ન ટકી શક્યો ટીમ ઈન્ડિયા ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ, ઑસ્ટ્રેલિયાએ કરી બરાબરી

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે રમાયેલ બીજી T-20 મેચમાં જીતથી ભારતે ઑસ્ટ્રેલિયાના એક મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. આ પહેલાં ઑસ્ટ્રેલિતા સૌથી વધું 40 ટી-20 મેચ જીત્યું હતું. આ એક જીતથી ભારત ઑસ્ટ્રેલિયાથી એક મેચ આગળ 41 મેચ જીતી સૌથી આગળ નીકળી ગયું, પરંતુ ભારતનો આ રેકોર્ડ માત્ર 24 કલાક પણ ન ટક્યો.

ઑસ્ટ્રેલિયાએ શુક્રવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલ પાકિસ્તાન સામેથી ટી10માં પાકને 10 વિકેટે હરાવી ભારતની 41 જીતના રેકોર્ડની બરાબરી કરી દીધી છે, આ મેદમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 106 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એરૉન ફિંચ અને ડેવિડ વૉર્નરે બારમી ઓવરમાં જ મેચ ખતમ કરી પાકિસ્તાનને બહુ ખરાબ રીતે હરાવ્યું.

ટી-20માં ભારત 61મી વાર બીજી પાળીમાં રમ્યું છે જ્યારે ઑસ્ટ્રેલિયાને 70મી વાર બીજી પાળીમાં રમવાની તક મળી છે. ત્યારબાદ પાકિસ્તાનનો નંબર આવે છે. પાકિસ્તાન અત્યાર સુધી 67 વાર બીજી પાળીમાં રમ્યું છે, જેમાં 36વાર જીતવામાં સફળ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, રવિવારે ભારત પાસે ઑસ્ટ્રેલિયાનો ટી-20 રેકોર્ડ તોડવાનો ફરી એકવાર ગોલ્ડન ચાન્સ મળશે. ભારત 10 નવેમ્બરે રવિવારે બાંગ્લાદેશ સામે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ રમશે. આ મેચ જીતી ભારત સીરીઝ તો જીતી જ સકશે સાથે-સાથે 42 જીત સાથે સૌથી આગળ પણ નીકળી જશે. આઈસીસી ટી-20 રેકિંગની વાત કરવામાં આવે તો, પાકિસ્તાન અત્યારે ટૉપ પર છે અને ઑસ્ટ્રેલિયા બીજા નંબરે છે, જ્યારે ભારત પાંચમા નંબરે છે.

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!