ત્રીજા ટી-20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત બોલર બોલાવ્યો

સિડનીમાં રમાવા જઈ રહેલો ત્રીજો અને નિર્ણાયક ટી -20 પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં તેના સૌથી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. ઝડપી બોલર આશરે બે વર્ષ પછી ઑસ્ટ્રેલિયાની ટ્વેન્ટી 20 ટીમમાં પાછો ફર્યો છે.

મિચેલ સ્ટાર્કને ચોટિલની જગ્યાએ લીધો છે. તેણે સપ્ટેમ્બર 2016માં છેલ્લો ટી 20 મેચ રમ્યો હતો તે ફિટનેસની સમસ્યામાં ફસાયેલા હતા. સ્ટાર્ક તેના ઝડપી અને સ્વિંગ બૉલિંગ માટે જાણીતો છે. અગાઉ ચોટિલ એડીની ઇજાઓના કારણે તે બીજા ટી 20 મેચમાં રમી શક્યો ન હતો.

ફાઈનલ ટી-20 મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમ

એરોન ફિંચ, એલેક્સ કૈરી, એશ્ટન એગર, જેસન બેહરેન્ડ્રોફ, નાથન કુલ્ટર-નાઇલ, ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, બેન મેકડર્મોટ, ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઈનીસ, એંડ્રયુ ટાઇ, એડમ જમ્પા, મિચેલ સ્ટાર્ક.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter