GSTV
Home » News » INDvAUS: ભારત સામેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં 7 વર્ષનો આર્ચી સંભાળશે ઓસ્ટ્રેલિયાની કમાન

INDvAUS: ભારત સામેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં 7 વર્ષનો આર્ચી સંભાળશે ઓસ્ટ્રેલિયાની કમાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રતિષ્ઠીત બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં એક નવો કેપ્ટન સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘મેક અ વિશ ફાઉન્ડેશન’ સાથે મળીને સાત વર્ષીય આર્ચી શીલરના ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન બનવાના સપનાને સાકાર કરવાનું કામ કર્યુ છે.

ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન ટિમ પેને યાર્રા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આર્ટીને ટીમનો કો-કેપ્ટન બનાવવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આર્ચી સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમને મળી ચુક્યો છે અને ટીમનો ડ્રેસિંગ રૂમ પણ જોઇ ચુક્યો છે.


આર્ચી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉતરનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરશે. હકીકતમાં આર્ચીને આ અંગેની જાણકારી ઓસ્ટ્રેલિયા ટીમના કોચ જસ્ટિન લેંગરે પોતે ફોન કરીને આપી હતી. આર્ચીએ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે નેટ સેશનમાં જણાવ્યુ અને નાથન લિયોન સાથે બોલીંગ પણ કરી.

જણાવી દઇએ કે આર્ચી જ્યારે ત્રણ મહિનાનો હતો ત્યારથી જ તેને હ્રદય સાથે સંબંધિત ગંભીર બીમારી છે. ઓસ્ટ્રેલિયાના મેક અ વઇશ ફાઉન્ડેશનને જ્યારે જાણ થઇ કે આર્ચી પોતાની ત્રીજી ઓપન હાર્ટ સર્જરીની તૈયારી કરી રહ્યો છે તો તેમણે તેના સપનાને પૂરુ કરવાનો નિર્ણય લીધો. આર્ચીના માતા-પિતા તેનાથી ખૂબ જ ખુશ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ હાલ 1-1થી સરભર છે. ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરના રોજ મેલબર્નમાં રમાશે. જણાવી દઇએ કે પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ કાંગારૂઓને 31 રને માત આપી હતી જ્યારે બીજી ટેસ્ટમાં કાંગારૂઓએ ટીમ ઇન્ડિયાને 146 રને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Read Also

Related posts

એવું તે શું બન્યું કે બનાસકાંઠાના લોકોએ બંધ કરાવી બેન્કની કામગીરી

Nilesh Jethva

મંદીનાં ડાકલા વાગ્યા: દુનિયાની સૌથી જુની ટ્રાવેલ કંપની Thomas Cookને અલીગઢી તાળું લાગ્યું

Riyaz Parmar

અયોધ્યા વિવાદ: સુપ્રિમ કોર્ટમાં મુસ્લિમ પક્ષે કહ્યુ, માની લઈએ ભગવાન રામનો જન્મ ત્યાં થયો, પરંતુ…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!