GSTV

T-20માં સ્મિથ અને વોર્નરની તાબડતોડ બેટીંગ સામે શ્રીલંકન ટીમ ધરાશાયી

Last Updated on October 31, 2019 by Mayur

ઓસ્ટ્રેલિયાએ ઘર આંગણે રમાયેલી ટી-20 સિરીઝના બીજા મેચમાં શ્રીલંકાને 9 વિકેટે હરાવી 2-0થી જીત હાસિલ કરી લીધી છે. આ પહેલા પણ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાની ટીમે T-20 શ્રેણી જીતી ઓસ્ટ્રેલિયા આ કારનામો કરી ચૂક્યું છે. સત્તત વર્ષ 2010, 2013 અને 2017માં શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત શ્રીલંકાની ટીમ સામે સિરીઝ જીતવામાં સફળ સાબિત થઈ છે. ગત્ત 2016માં બે ટી ટ્વેન્ટી સિરીઝને 2-0થી પોતાના નામે કરી હતી.

શ્રીલંકાની ઈનિંગ લડખડાવા લાગી

મેચમાં શ્રીલંકાએ પહેલા ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી યજમાન શ્રીલંકન ટીમના હાથમાં નિરાશા લાગી હતી અને 19મી ઓવર સુધીમાં માત્ર 117 રનનો સામાન્ય સ્કોર બનાવી ઓલઆઊટ થઈ હતી. જે પછી ટીમના બેટ્સમેન કુશલ પરેરા 27 અને દનુષ્કા ગુણાતિલકાએ 21 રનની નિર્ણાયક પારી રમી ટીમને સન્માજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઓસ્ટ્રેલિયા માટે બિલી સ્ટેનલેક, પેટ કમિન્સ, એશ્ટન અગર અને એજમ ઝુમ્પાએ બે-બે વિકેટ લઈ પ્રવાસી ટીમની સમસ્યામાં વધારો કરી દીધો હતો.

સ્મિથ અને વોર્નરની તાબડતોડ બેટીંગ

117 રનના સામાન્ય સ્કોરનો પીછો કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને વધારે નુકસાન સહન કરવાનો વારો નહોતો આવ્યો. બોલ ટેમ્પરિંગ માટે સસ્પેન્ડ થયેલા સ્મિથ અને વોર્નરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શ્રીલંકન બોલર્સની સમસ્યામાં વધારો કરી દીધો હતો. પ્રથમ ઓવરમાં જ એરોન ફિન્ચ ખાતુ ખોલ્યા વિના પવેલિયન પરત ફર્યો હતો. જેથી ઓસ્ટ્રેલિયન ટીમની હાલત પણ શ્રીલંકન ટીમ જેવી થશે તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગતું હતું, પણ બાદમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાની પારીને સંભાળતા બંન્નેએ બીજી વિકેટ માટે 117 રનની ભાદીગારી નોંધાવી હતી. વોર્નરે 60 અને સ્મિથે 53 રન બનાવ્યા હતા અને બંન્ને ઈનિંગની પૂર્ણ થયા ત્યાં સુધી નોટઆઉટ રહ્યા હતા. હવે સિરીઝનો અંતિમ મેચ 1 નવેમ્બરે છે જ્યાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકાનો વ્હાઈટ વોશ કરવા માટે તો શ્રીલંકા જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે.

READ ALSO

Related posts

થઇ જાઓ તૈયાર! 10 હજાર લોકોને નોકરી આપશે આ ડિજિટલ કંપની, જલ્દી શરૂ થશે હાયરિંગ

Bansari

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!