GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

AUS vs PAK WC 2019: ડેવિડ વોર્નરની ધમાકેદાર સદી, ઓસ્ટ્રેલિયાએ 41 રનથી પાકિસ્તાનને હરાવ્યું

વર્લ્ડકપ -2019ની 17 મી મેચ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે ટૉઉન્ટન કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 308 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, પાકિસ્તાનની ટીમ 266 રન જ કરી શકી હતી.ઓસ્ટ્રેલિયા માટે આ જીત સહેલી ન હતી, કારણ કે પાકિસ્તાને હાર નહોતી માની. અને છેલ્લી સુધી લડત આપી હતી.

જેમાં વહાબ રિયાઝ (45), કેપ્ટન સરફાઝ અહમદ (40) અને હસન અલી (35) પાકિસ્તાન ટીમને પાછા મેચમાં લાવી દીધા હતા. પરંતુ મિશેલ સ્ટાર્કએ મેચને આખરી તબક્કામાં પોતાની તરફ કરી લીધું હતું. જ્યારે આ મેચમાં ડેવિડ વોર્નર અને ફિન્ચે પ્રથમ વિકેટ માટે 146 રનની વિસ્ફોટક ભાગીદારી કરી હતી.

ત્યારે આ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. ત્યારે વોર્નરે 111 બોલમાં 107 રનની ઈનિંગ રમી હતી. અને ફિન્ચે 84 બોલમાં 82 રનની ઈનિંગ રમી હતી. ત્યારે બીજી તરફ પાકિસ્તાનનો બોલર મોહમ્મદ આમિરે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (સુકાની), ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, શૉન માર્શ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન.

પાકિસ્તાન: ઇમામ-ઉલ-હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ અહેમદ (કેપ્ટન અને વિકેટકીપર), શોએબ મલિક, આસિફ અલી, વહાબ રિયાઝ, હસન અલી, શાહિન આફ્રિદી મોહમ્મદ આમિર.

READ ALSO

Related posts

રોકાણ માટે આનાથી સારો વિકલ્પ નહી મળે! Post Officeની આ સ્કીમમાં ડબલ થઇ જશે તમારા રૂપિયા જાણો શું છે ખાસિયત

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari

ડભોઈના ભરચક વિસ્તારમાં મકાન થયું ધરાશાયી, પાલીકાની આ બેદરકારીને કારણે લોકોમાં રોષનો માહોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!