GSTV

આર યા પાર : ઓસ્ટ્રેલિયા ગમે તે ભોગે ભારત સામે ટેસ્ટ શ્રેણી રમવા તૈયાર, પૈસા કમાવવાનો હવે આ એક જ રસ્તો બાકી

Last Updated on April 22, 2020 by Mayur

કોરોના મહામારીના કારણે લોકડાઉન અમલી બનતાં વિશ્વભરમાં જનજીવનને સાથે સાથે તમામ ઉદ્યોગોને ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ અન્ય દેશોના ક્રિકેટ બોર્ડની જેમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ સંકટને હળવું બનાવવા માટે તેઓ નવેમ્બરમાં યોજાનારા ભારત પ્રવાસ તરફ મીટ માંડી રહ્યા છે. ભારતીય ટીમ નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ચાર ટેસ્ટની શ્રેણી રમવાનું હતું. જોકે ઓસ્ટ્રેલિયા હવે જંગી કમાણીના લોભમાં ભારત સામે ચારને બદલે પાંચ ટેસ્ટની શ્રેણી એડીલેડના એકમાત્ર સ્ટેડિયમમાં રમાડવાની વિચારણા શરૃ કરી છે. ઓસ્ટ્રેલિયા તો ભારત સામેની પાંચ ટેસ્ટની શ્રેણી બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના રમાડવા પણ વિચારી રહ્યું છે. જો શ્રેણી રમાય તો તેના ટેલિકાસ્ટથી ઓસ્ટ્રેલિયન બોર્ડ કરોડો કમાઈ શકે છે.

T-20 વિશ્વકપ સામે પ્રશ્નાર્થ

અલબત્ત, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના આ તમામ હવાઈ કિલ્લાઓ વાસ્તવિક સ્વરુપ લેશે કે કેમ તેનો નિર્ણય બીસીસીઆઇએ કરવાનો છે. કોરોના જેવી મહામારીની સ્થિતિ હજુ ગંભીર છે, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના સુપરસ્ટાર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા પ્રવાસે મોકલવા માટે તૈયાર થાય છે કે નહી તે જોવાનું રહેશે. ઓસ્ટ્રેલિયાની ચિંતા એટલા માટે વધી છે કારણ કે કોરોના મહામારીને કારણે તેના ઘરઆંગણે ઓક્ટોબરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપની સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઓસ્ટ્રેલિયા ટી-૨૦ વર્લ્ડ કપને બચાવવા માટે તેને બંધ સ્ટેડિયમમાં રમાડવા પણ તૈયાર છે. જોકે, આવી સ્થિતિમાં કઈ ટીમ તેના ખેલાડીઓને જોખમ લઈને ઓસ્ટ્રેલિયા મોકલશે તે સવાલ મુખ્ય છે.

શું છે આયોજન ?

ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પહેલા ટી-૨૦ શ્રેણી રમવાની છે અને ત્યાર બાદ ત્યાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેશે. જે પછી બંને દેશો વચ્ચે ત્રણ વન ડે અને ચાર ટેસ્ટ રમાવાની હતી. જોકે ટી-૨૦ વર્લ્ડ કપ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ચારને બદલે પાંચ ટેસ્ટની શ્રેણી રમાડવાની તૈયારી કરી છે.

એડીલેડના સ્ટેડિયમની નવી હોટલ ક્રિકેટરો માટે ક્વોરન્ટિન સેન્ટર બનવા તૈયાર

ઓસ્ટ્રેલિયન બોર્ડે ભારત સામેની તમામ પાંચેય ટેસ્ટ મેચો એડીલેડમાં જ રમાડવાની વિચારણા એટલા માટે શરૃ કરી છે કારણ કે તાજેતરમાં જ સ્ટેડિયમમાં નવી હોટલ બની છે. ૪.૨ કરોડ ડોલરના ખર્ચે તૈયાર થયેલી એડીલેડ ઓવલના મેદાન ખાતેની હોટલના માલિકોએ જ સામે ચાલીને હોટલનો ઉપયોગ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ક્રિકેટરો માટે ક્વોરન્ટીન સેન્ટર તરીકે કરવાનો વિચાર રજૂ કર્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-૨૦ વર્લ્ડ કપની યજમાનીની ફેરબદલ કરે : ગાવસ્કર

ભારતના લેજન્ડરી સુપર સ્ટાર સુનિલ ગાવસ્કરે સલાહ આપી છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયાએ તેમની ટી-૨૦ વર્લ્ડ કપની યજમાનીની અદલા-બદલી કરવી જોઈએ. જે અનુસાર ચાલુ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારો ટી-૨૦ વર્લ્ડ કપ ભારતમાં રમાડવો જોઈએ અને ભારતમાં ૨૦૨૧માં યોજાનારો ટી-૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાડવો જોઈએ. ગાવસ્કરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ ૩૦મી સપ્ટેમ્બર સુધી તેના દેશમાં વિદેશીઓના પ્રવેશ પર મનાઈ ફરમાવી છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબરમાં શરૂ થવાનો છે, આવી સ્થિતિમાં ટી-૨૦ વર્લ્ડ કપના આયોજનમાં મુશ્કેલી આવી શકે છે. તે નીવારવા માટે આ પ્રકારની અદલાબદલી થવી જોઈએ.

READ ALSO

Related posts

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!